<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

પોરબંદરમાં પુરૂષો માટેની અસલી પ્રાચીન ભદ્રકાલીની ગરબી

ગરબે રમનારા પુરૂષોનું માથુ ઉઘાડું ચાલે નહિં : ટોપી પહેરવાનું ફરજીયાત : દેશી ઢબથી માઇક વિના ગવાતા માતાજીના છંદ અને ગરબાથી અલૌકીક વાતાવરણ પ્રાચીન પરંપરાને જાળવી રાખતી કોળી સમાજની ભદ્રકાલી ગરબીનો ૧૦૧ વર્ષમાં પ્રવેશ : ‘યુનેસ્‍કો'ની સાંસ્‍કૃતિક વારસાની યાદીમાં ભદ્રકાલી ગરબીનો સમાવેશ

પોરબંદર, તા., ૧૮ : શતાબ્‍દી વટાવી ચુકેલી અને માત્ર પુરૂષો માટેની અસલી પ્રાચીન ભદ્રકાલી માતાજીની ગરબી આ વર્ષે ૧૦૧ વર્ષમાં પ્રવેશ કરી રહી છે. માઇક વિનાની આ ગરબીમાં દેશી ઢબથી માતાજીના ગવાતા છંદ-ગરબાથી અલૌકીક વાતાવરણ ઉભુ થઇ જાય છે.

 ત્‍યારે શતાબ્‍દી વટાવી ચૂકેલી યોજાતી દિવેચા કોળી સમાજની પરંપરગત ગરબી નો આ વર્ષે ૧૦૧વર્ષમાં ઙ્કવેશ થશે. જ્‍યાં માતાજીના ગરબા પુરુષો મોતી ભરેલી વિશિષ્ટ ટોપી પહેરીને ગરબા રમે છે. સાંદિપની વિદ્યા નિકેતન હરિ મંદિરના પ્રણેતા પૂજ્‍ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ આ ગરબીને સૌરાષ્‍ટ્રનું સાંસ્‍કળતિક ઘરેણું ગણાવ્‍યું.

ગુજરાતના ગરબાએ  યુનેસ્‍કો એ અમૂર્ત  સાંસ્‍કળતિક  વારસાની યાદીમાં સમાવેશ કરતા ગુજરાતની વિરાસત ગરબો એ વૈશ્વિક ધરોહર બની છે. ગાય તેં ગરબો ને ઝીલે તેનો ગરબો, ગરબો ગુજરાતની ગરવી મીરાત છે ગૂજરાતનું ગૌરવ સમાન ગરબા ગૂજરાત અને દેશના સીમાડા ઓળગી વૈશ્વિક ઓળખ બની છે ત્‍યારે દિવેચા કોળી સામાજ આયોજિત શ્રી ભદ્ર કાલી માતાજી  વિશિષ્ટ ગરબી  આજે શતાબ્‍દી વટાવી ચુકી છે પોરબંદર માં પ્રાચીન સંસ્‍કળતિની જ્‍યોત જલતી રાખતી દિવેચા કોળી સમાજની વિશિષ્ટ ગરબીનો ૧૦૧ વર્ષમાં પ્રવેશ છે.

લીમડા ચોકમાં અનોખી ગરબીમાં માઈક વિના માતાજીના ગુણ ગાનની પરમ પરા આજની યુવા પેઢીએ  આજે પણ જાળવી છે. આ ગરબીમાં માત્ર પુરૂષો રમી શકે છે, ગરબી રમનારા પુરુષોએ મોતી ભરેલી ટોપી પહેરવી ફરજીયાત છે, કોઈ પણ પુરુષને ગરબી રમવાની ઈચ્‍છા થાય તો ત્‍યાં જ આ મોતી ભરેલી ટોપી આપવામાં આવે છે. વર્ષો પહેલા અમેરિકાની ડ્‍યુક યુનિવર્સીટીએ  પોરબંદરના  પુરાતત્‍વવિદ અને સાહિત્‍યકાર શ્રી નરોત્તમભાઈ પલાણના માર્ગદર્શન હેઠળ આ ગરબીની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી હતી.

પોરબંદરની સરકારી રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. ઈશ્વરભાઈ ભરડાએ જણાવેલ કે, માં શક્‍તિની ઉપાસનાથી માનવ હદયમાં માનવતા અને ભાઈચારો પ્રગટે એવા શુભ હેતુથી  દિવેચા કોળી સમાજની શ્રી ભદ્રકાલી માતાજી ગરબી મંડળની સ્‍થાપના વિક્રમ સવંત ૧૯૮૧ માં કોળી સમાજના અગ્રણી સ્‍વ. જાદવભાઈ સોલંકી તથા તેના મિત્રોએ કરી હતી. સ્‍વ, જાદવભાઈએ ભદ્રકાલી માતાજીના ગરબાની સ્‍વરચના કરી હતી સ્‍વર, તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે 

 આ ગરબીમાં માઇક કે ડી.જે. જેવા સાધનો નો ઉપયોગ થ તો નથી. અવાજ પ્રદૂષણ મુક્‍ત ગરબી છે. અને આ ગરબી રમનારા પુરુષો માથે મોતી ભરેલી ભાતીગળ વિશિષ્ટ પ્રકારની ટોપી ફરજીયાત પહેરે છે. તેવી સૌરાષ્‍ટ્રભરની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે આ ગરબીમાં ડિસ્‍કો ધૂનમાં કે ફાવે તેમ રંગે ઢગે કે ઢાળના ગીતો ગવાતા નથી. માત્ર ભદ્રકાલી માતાજીના સ્‍વ. જાદવભાઈ સોલંકી  રચિત ભદ્રકાલી ગરબા વચ્‍ચે ફરતા કોઈપણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે. અને પુરુષોએ ફરજીયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે.

ભદ્રકાલી ગરબીમાં દિવેચા કોળી સમાજ ભદ્રકાલી માતાજી ગરબી મંડળ ના પ્રમુખ અને સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના નિવળત કેશીયર રામજીભાઈ છગનભાઇ બામણીયાની રાહબરી હેઠળ વિવિધ ભારતીય સંસ્‍કળતિની વશેશ-ભૂષામાં પણ ધોરણો શ્રી નારદજી, શ્રી ભીષ્‍મ પિતામહ, શ્રી લવ -કુશ, શ્રી હનુમાનજી જેવા દેવ દેવતાંના વેષો પુરુષ ધારણ કરીને માતાજીના ગરબા અન્‍ય પુરુષ સાથે ગાય છે રમે છે આ વેષ ભૂષા સાથે રમતા દેવ દેવતાં ઓને વાલીઓ પોતાના બાળકોમાં શિક્ષણ, શિસ્‍ત અને સંસ્‍કાર ઘડતર થાય તેં માટે આ આપણી ભારતી સંસ્‍કળતિના રામાયણના  પાત્રોને જોવા માટે સૌરાષ્‍ટ્ર સહીત દેશ -વિદેશના બાળકો સાથે પરિવાર ભાગીદાર બને છે.

પોરબંદર સહીત દેશ વિદેશના વિવિધ ભાષાના અખબારો, સામયિકો તેમજ ઇલેક્‍ટ્રોનિક મીડિયા, પ્રિન્‍ટ મીડિયાએ મુલાકાત લઈને આ પ્રાચીન ગરબીને બહોળી પ્રસિદ્ધિ આપવામાં આવી છે વિવિધ ભાષાના સહીત અવોર્ડ મેળવનાર અને સેવાભાવિ અનેક જુદી જુદી એન. જી.ઓ. દ્વારા  બહુમાન મેળવનાર આ પોરબંદર સૌરાષ્‍ટ્ર સહીત ગુજરાતની ગૌરવ રૂપ સાંસ્‍કળતિક વારસાને સાચવીને એક માત્ર ગરબી જાળવવાનું  શ્રી દિવેચા કોળી જ્ઞાતિ  અને કાર્ય કરોને  જાય છે.

પૂર્વ ઉદ્યોગમંત્રી શશીકાંતભાઈ લાખાણી,  પૂર્વ  કેબીનેટ મંત્રી  બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ  અને પૂર્વ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી  લાલજીભાઈ પાજરી જિલ્લા કલેકટર  ઘોડાસરા, પંડ્‍યા, એસ.પી  નગર શ્રેષ્ઠિઓ  પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારિયા, ચીફ ઓફિસર સ્‍વ. મનુભાઈ  વિઠ્ઠલાણી, સ્‍વ. ભગુભાઈ દેવાણી, સ્‍વ મોહનભાઈ કોટેચા, સ્‍વ. વિનુભાઈ ગોંધીયા, વજુભાઇ પરમાર,  રાણાભાઈ સીડા, નગર સેવકો સ્‍વ. ભગવાનજી કાળા બામણીયા, સ્‍વ . નટુભાઈ બામણીયા, ભરતભાઈ બામણિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજસીભાઈ પરમાર, રમેશભાઈ પટેલ, કોળી સમાજના અગ્રણી મગનભાઈ બામણીયા, લીલાભાઈ ડાકી, ગીગાભાઈ ચાવડા,  દેવાયતભાઈ વાઢિયા, લાખાભાઇ મોકરીયા,  રામભાઈ બગીયા, ડો. ઈશ્વરભાઈ ભરડા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વિવિધ જ્ઞાતિના પ્રમુખો વિવિધ એન.જી.ઓ, ના પ્રતિનિધિઓ અને સાધુ, સંતો અને મહંતોએ આ ગરબીને મન ભરીને માણી છે.

ભદ્રકાલી ગરબી મંડળના પૂર્વ પ્રમુખ સ્‍વ. ભીખાબાપા માળીની રાહબરી હેઠળ પ્રમુખ રામજીભાઈ છગનભાઇ બામણીયા, ઉપ પ્રમુખ પ્રફુલભાઈ એન.  બામણીયા, બાબુભાઇ ભાલીયા, મંત્રી રામજીભાઈ મકવાણા, પ્રેમજીભાઈ વાજા, ભીખુભાઇ મકવાણા સહિતના કાર્યકરો અને મંદિરના પૂજારી બિપિનભાઈ આચાર્ય, અરવિંદભાઈ આચાર્ય તેમજ મગનભાઈ સોલંકી પગેથી ચાલતું હાર્મોનિયમ એન્‍ટિક પીસ  સાથે આ હાર્મોનિયમ સાથે  પ્રાચીન ઢબે છંદ અને લય બદ્ધ ગવાતા ગરબાની પરમ્‍પરા જાળવી રાખી છે.  

ભદ્રકાલી માતાજીની ગરબાવલિ પુસ્‍તિકા અને અન્‍ય માહિતી માટે ગરબી મંડળના પ્રમુખ  રામજીભાઈ છગનભાઇ બામણીયા, ભદ્રકાલી રોડ, વોર્ડ નંબર -૭, શેરી નંબર -૨, પોરબંદર મોબાઈલ ૯૯૨૫૯-૮૮૨૮૦, ૯૪૨૯૦-૭૪૦૭૪  પર સંપર્ક કરવા યાદીમાં  જણાવાયુ છે.(૪.૩)

સંકલન

પરેશ પારેખ

પોરબંદર

 

(1:24 PM IST)