<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મોરબી હેલિપેડ ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું સ્‍વાગત

મોરબી : વન કવચનું લોકાર્પણ કરવા પધારેલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું મોરબી હેલીપેડ ખાતે આગમન થતા મોરબીના પદાધિકારીઓ/અધિકારીઓ તથા આગેવાનો દ્વારા  સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા સાસંદ કેસરીદેવસિંહ ઝાલા અને ચંદુભાઈ શિહરા,  ધારાસભ્‍ય  કાંતિભાઈ અમળતિયા, દુર્લભજીભાઇ દેથરિયા, પ્રકાશભાઇ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, જ્‍યંતિભાઈ જે પટેલ રેન્‍જ આઈજી અશોકકુમાર, વન વિભાગના HoFF & PCCF એ.પી. સિંઘ, કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્‍યમંત્રીને આવકાર્યા હતા.

(1:29 PM IST)