<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

રાહુલ ગાંધી આજે ફરી જુનાગઢમાં, પ્રમુખો સાથે સંવાદ

ભવનાથમાં પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર પૂર્ણતાના આરે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮: કોંગ્રેસના યુવા રાષ્‍ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ફરી જુનાગઢ આવી રહ્યા છે તેઓ ભવનાથમાં પ્રેરણાધામ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્‍થિત રહી કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરશે.

છ દિવસમાં બીજી વખત રાહુલ ગાંધી જુનાગઢ આવી રહ્યા હોય જેથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્‍સાહ ઉમંગ પ્રવર્તે છે. રાહુલ ગાંધી વિમાન માર્ગે બપોરે ૧ વાગ્‍યે કેશોદ એરપોર્ટ પર આવી પહોંચશે ત્‍યાંથી તેઓ રોડ માર્ગે બપોરે ૧ વાગ્‍યે જુનાગઢ આવશે. જૂનાગઢમાં કાળવા ચોક ખાતે તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે.

બપોરે ૨ વાગ્‍યાથી ભવનાથમાં પ્રેરણા ધામ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે. તેઓની સાથે કોંગ્રેસના સંગઠન મહાસચિવ વેણુ ગોપાલ વગેરે ઉપસ્‍થિત રહેશે.

રાહુલ ગાંધીની જૂનાગઢ અને ભવનાથ મુલાકાત દરમિયાન તેઓની સુરક્ષા, ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાના માર્ગદર્શનમાં ૪ પીઆઇ, ૩ પીએસઆઇ, ૧૦૦ પોલીસ, ૩૦ હોમગાર્ડનો ૨૧ વોકીટોકી, ૮ દૂરબીન, ૫ બોડીવોર્ન સાથે બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે

(1:52 PM IST)