<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ત્રંબા-કાળીપાટ વચ્‍ચે ખૂંટીયો રોડ પર આવી જતાં બાઇક સ્‍લીપઃ મહિલાને ગંભીર ઇજા

રાજકોટ શ્રમજીવી સોસાયટીનું દંપતિ લોૈકિકેથી પરત આવતું હતું ત્‍યારે બનાવઃ રીનાબેન દુધરેજીયા સારવાર હેઠળ, પતિ પિયુષભાઇનો બચાવ

રાજકોટ તા. ૧૮: ત્રંબા અને કાળીપાટ વચ્‍ચે રોડ પર ખૂંટીયો આવી જતાં બાઇક સ્‍લીપ થઇ જતાં રાજકોટના યુવાન અને તેના પત્‍નિ ફંગોળાઇ જતાં યુવાનનો બચાવ થયો હતો, તેના પત્‍નિને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.

જાણવા મળ્‍યા મુજબ શ્રમજીવી સોસાયટી-૨માં રહેતાં પિયુષભાઇ દુધરેજીયા (ઉ.વ.૩૨) પોતાના પત્‍નિ રીનાબેન દુધરેજીયા (ઉ.વ.૩૦)ને બાઇકમાં બેસાડી અણીયારા ગામે લોૈકિકના કામે ગયા હતાં. ત્‍યાંથી પરત આવતાં હતાં ત્‍યારે ત્રંબા-અણીયારા વચ્‍ચે અચાનક રોડ પર ખૂંટીયો દોડી આવતાં પિયુષભાઇએ બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં સ્‍લીપ થઇ જતાં પતિ-પત્‍નિ બંને ફેંકાઇ ગયા હતાં. જેમાં પત્‍નિ રીનાબેનને ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. પિયુષભાઇ પ્રિન્‍ટીંગ પ્રેસમાં કામ કરે છે. સંતાનમાં એક પુત્ર છે. 

(1:52 PM IST)