તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
ભાવનગરમાં ૨૦મીઍ નરેન્દ્રભાઇ મોદીના રોડ-શો-સભા માટે ઍસ.ટી. દ્વારા ૧૨૦૦ બસની ફાળવણીઃ મુસાફરો હેરાન થશે
મોટી સંખ્યામાં જનમેદનીને લાવવા-મુકવા માટે ઍસ.ટી. તંત્ર તૈયાર

ભાવનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાવનગર કાર્યક્રમ માટે રાજ્યભરમાંથી ST વિભાગે કુલ 1200 બસ ફાળવી છે. તેમાં ભાવનગર વિભાગમાંથી જ 100 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બસ ફાળવણીની વિગત
ભાવનગર વિભાગમાંથી વિવિધ ડેપોથી નીચે મુજબ બસો ફાળવાઈ છે:
ભાવનગર ડેપો: 17
ગારિયાધાર: 13
ગઢડા: 10
મહુવા: 13
પાલિતાણા: 13
બરવાળા: 8
તળાજા: 13
બોટાદ: 13
રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી વધારાની 1100 બસો ફાળવાઈ છે.
સ્થાનિક રૂટ્સ પર ચાલી રહેલી ST બસોના શેડ્યૂલ રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને મુસાફરીમાં અવરજવર માટે વિકલ્પ શોધવો મુશ્કેલ બનશે.
જનમેદની લાવવા તૈયારી
પીએમ મોદીના કાર્યક્રમમાં ભવ્ય જનમેદની ઉપસ્થિત રહે તે માટે મોટી સંખ્યામાં બસોની વ્યવસ્થા કરાઈ છે. આ માટે ST વિભાગ ઉપરાંત અન્ય સરકારી વિભાગો પણ સક્રિય બન્યા છે.
બસો રદ થવાને કારણે નાગરિકોમાં અસંતોષ ઉત્પન્ન થયો છે. ઘણા મુસાફરોનું કહેવું છે કે રોજિંદી મુસાફરીમાં વિક્ષેપ થવાથી સમય અને ખર્ચ બંને વધશે. તંત્રએ વિકલ્પરૂપે ખાનગી વાહન વ્યવહારનો ઉપયોગ કરવા લોકોને સલાહ આપી છે.
ભાવનગરમાં યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ST વિભાગે બસોની વિશાળ ફાળવણી કરી છે. પરંતુ આ પગલાંને કારણે લોકલ મુસાફરો અને વિદ્યાર્થીઓને અસુવિધાનો સામનો કરવો પડશે, જે અંગે તંત્રે અનેક વિકલ્પ ગોઠવવા પડશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
