News of Thursday, 18th September 2025
કચ્છ પોલીસને મોટી સફળતા:અબડાસામાં બંદૂક અને જીવતા કારતુસ સાથે એક શખસ ઝડપાયો
ખીરસરા વિંઝાણ ગામની પ્રાથમિક શાળા પાસેથી આરોપીને દેશી બનાવટની બંદૂક, 12 જેટલા જીવતા કારતુસ અને દારૂગોળાના પાવડર સાથે ઝડપી લેવાયો

ભુજઃ નવરાત્રિ-દિવાળીના મહાપર્વોને અનુલક્ષીને ભારતની વિવિધ સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર રહીને તપાસ કરી રહી છે. આ દરમિયાન કચ્છના અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામના મામદ ઇલ્યાસ ઓસમાણ ગની હિંગોરા નામના વ્યક્તિને કોઠારા પોલીસે દેશી બંદૂક અને જીવતાં કારતુસ સાથે ઝડપી પાડ્યો છે.
આ અંગે કોઠારા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. જેથી ખીરસરા વિંઝાણ ગામની પ્રાથમિક શાળા પાસેથી આરોપીને રૂપિયા 2000ની કિંમતની દેશી બનાવટની બંદૂક, 12 જેટલા જીવતા કારતુસ અને દારૂગોળાના પાવડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તે આરોપી સામે આર્મ્સ એક્ટ અને હથિયાર બંદી જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કચ્છના આ સંવેદનશીલ વિસ્તારમાંથી મારક હથિયાર ઝડપાતાં પોલીસે આ પ્રકરણની ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. થોડા સમય બાદ નવારાત્રિ અને બાદમાં દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસે આ દેશી બંદૂક અને જીવતા કારતુસ ક્યાંથી આવ્યાં તેની પણ તપાસ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
