<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મોરબીમાં શહીદ જવાનોના પરિવારના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ'નું ભવ્ય આયોજન.

સાગરદાન ગઢવી, ભૂમિબેન આહીર, વૈભવી શાહ ત્રિવેદી અને કરણ બારોટ જેવા જાણીતા કલાકારો રમઝટ બોલાવશે, 20 તારીખ બાદ કોઈપણ સ્થળેથી પાસ નહીં મળે : અજય લોરીયાએ જાહેર કરી આયોજનની વિગતો.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય કરવાના ઉમદા હેતુથી ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ કોઈ આર્થિક લાભ માટે નહીં, પરંતુ શહીદોના પરિવારોની સેવા માટે યોજવામાં આવે છે. આ વર્ષે આયોજકોએ કેટલાક નવા નિયમો અને સુવિધાઓ ઉમેરી છે. જેમાં સૌથી ખાસ ‘નો તિલક નો એન્ટ્રી' નો નિયમ છે, એટલે કે તિલક કર્યા વગર આવેલા ખેલૈયાઓને પ્રવેશ મળશે નહીં. નાના બાળકો માટે બંને ગ્રાઉન્ડમાં હિંચકા-ઝૂલા સહિતનો ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગયા વર્ષે 15,000 ફૂટમાં રહેલી કેન્ટીનને આ વર્ષે વધારીને 25,000 ફૂટમાં બનાવવામાં આવી છે, જેથી લોકો શાંતિપૂર્વક નાસ્તો કરી શકે.

     સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે પાર્કિંગની સમસ્યા ન રહે તે માટે કુલ 50 વીઘા જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં અશોકભાઈ કાથરાણીના ગ્રાઉન્ડમાં 15 થી 20 વીઘા અને મુખ્ય ગ્રાઉન્ડની સામે 30 વીઘાનો સમાવેશ થાય છે. સ્પોન્સર્સ માટે રામેશ્વર પાર્ટી પ્લોટમાં VIP પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માધવ સિક્યુરિટીના 40 સિક્યુરિટી ગાર્ડ, 40 બાઉન્સર્સ જેમાં 10 મહિલા સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે.
     સૌરાષ્ટ્રમાં ક્યાંય ન જોવા મળે તેવું સુંદર સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સિંગરના પર્ફોમન્સ માટે ગ્રાઉન્ડમાં વચ્ચે રેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. આ મહોત્સવમાં સાગરદાન ગઢવી, ભૂમિબેન આહીર, વૈભવી શાહ ત્રિવેદી અને કરણ બારોટ જેવા જાણીતા કલાકારો પરફોર્મ કરશે. સાઉન્ડ સિસ્ટમ માટે JBLની ઓરીજનલ સાઉન્ડ સિસ્ટમ અને 10 વર્ષથી જોડાયેલા મારુતિ સાઉન્ડ (વલ્લભભાઈ) નો સહયોગ લેવામાં આવ્યો છે. તેમજ આ વર્ષે ગ્રાઉન્ડમાં કોઈપણ જગ્યાએ બોર્ડ કે હોર્ડિંગ જોવા નહીં મળે, ચારે તરફ LED મૂકવામાં આવશે


 

(12:57 AM IST)