<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ભુજના ધાણેટી ગામ પાસે માતાને મઢ જતા યુવાનનો પદયાત્રી સેવા કેમ્પમાં આપઘાત

વડોદરાનો હઠીસિંહ રંગિનસિંહ પરમાર ટેમ્પો લઈને રહ્યો હતો ત્યારે રસ્તામાં જાતે ગળામાં છરી હુલાવી જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : વડોદરાથી ટેમ્પો દ્વારા માતાના મઢ જઈ રહેલા ૩૩ વર્ષીય ટેમ્પો ચાલક યુવાને જાતે જ છરી હુલાવી આપઘાત કરી લેવાના બનાવે કરુણતા સર્જી છે.

         મળતી વિગતો મુજબ વડોદરાના ભવાનીપુરામાં રહેતો હઠીસિંહ રંગિનસિંહ પરમાર ટેમ્પો લઈ કચ્છના માતાના મઢ જઈ રહ્યો હતો. દરમ્યાન રાત્રે તે ધાણેટી ગામ પાસે પદયાત્રી સેવા કેમ્પમાં રોકાયો હતો.

          એ દરમ્યાન તેણે અગમ્ય કારણોસર પોતાનો જીવ દઈ દીધો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

(9:13 AM IST)