News of Friday, 19th September 2025
ભુજ નજીક મમુઆરા ગામ પાસે યુવાનની હત્યા: બાઇક ઉપર સાથે જતા બે કૌટુંબિક ભાઈઓએ છરી વડે રહેંસી નાખ્યો
બંને આરોપીઓ બાઇક ઉપર નાસી છૂટ્યા પદ્ધર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા અને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : કચ્છમાં હત્યાના બનાવોનો સિલસિલો સતત ચાલુ રહ્યો હોય એમ વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ભુજ ભચાઉ હાઇવે ઉપર મમુઆરા ગામ પાસે વર્ષીય યુવાન એઝાઝ ઇસ્માઇલ બલોચને તેના બે કૌટુંબિક ભાઈઓએ છરી વડે રહેંસી નાખ્યો હતો.
મૃતક અને તેની હત્યા કરનાર બે હત્યારા આરોપીઓ શાબાન તેમ જ મહોબત એ ત્રણેય જણા એક જ બાઈક ઉપર ટ્રિપલ સવારીમાં ભચાઉ જઈ રહ્યા હતા. મૃતક એઝાઝ ભુજના માનકુવા ગામે રહેતો હોવાનું અને તેને એક પુત્ર હોવાનું જાણવા મળે છે.
હત્યા નિપજાવ્યા બાદ બંને આરોપીઓ બાઇક ઉપર નાસી છૂટ્યા હતા. પદ્ધર પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા અને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
