News of Friday, 19th September 2025
જબરદસ્ત લોક પ્રતિસાદને પગલે ભુજમાં "સાંસદ સ્વદેશી મેળો" વધુ બે દિવસ લંબાવાયો
’લોકલ ફોર વોકલ’ ને સાકાર કરતા ૧૫૦થી વધુ સ્ટોલ, વડાપ્રધાનનો સાદ લોકોએ ઝીલ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ભુજ હાટ માં સ્વદેશી અપનાવીયે અને ભારતને આત્મનિર્ભર બનાવીએ તેવા વડાપ્રધાનશ્રીના આહવાનને પગલે સાંસદ વિનોદભાઇ ચાવડા એ સાંસદ સ્વદેશી મેલા નું આયોજન કરાયું હતું. ૧૫૦ જેટલા સ્ટોલ સાથેનો આ સ્વદેશી મેળો તા.૧૭ સપ્ટેમ્બર થી ૧૯ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો હતો. પરંતુ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી માટે લોકોનો જબરદસ્ત ઉત્સાહ જોઈ તેને વધુ બે દિવસ લંબાવવાનો નિર્ણય કરાયો છે. આમ આ મેળો આવતીકાલ તા. ૨૦ સપ્ટેમ્બર શનિવાર તથા ૨૧ સપ્ટેમ્બર રવિવાર સુધી ચાલુ રહેશે. સ્વદેશી મેલા નો લાભ વધુ ને વધુ લોકો લઈ શકશે. મેલા નાં સારા પ્રતિસાદ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈની સ્વદેશી અપનાવવાની હાકલને કચ્છના લોકોએ ઝીલી જબરદસ્ત લોકલાગણી દર્શાવી તે બદલ સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
