<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રાજકોટ-મોરબી હાઈવે પર મીતાણા પાસે ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવક દેવેન્દ્ર ભાલોડીયાનું મોત

અકસ્માત બાદ આરોપી ચાલક પોતાની કાર મૂકી ઘટનાસ્થળેથી નાસી ગયો : પોલીસ દ્વારા શોધખોળ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૯ : રાજકોટ-મોરબી હાઈવે પર મીતાણા ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સફેદ રંગની ફોર-વ્હીલ કાર (રજિ. નં. GJ-03-MH-4086)ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. 

        આ કારણે કાર રોડના ડિવાઈડરને ટપીને સામેની બાજુએ દેવેન્દ્ર શામજીભાઈ ભાલોડીયા (ઉં.વ. 35)ની કાર (રજિ. નં. GJ-36-F-8678) સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં દેવેન્દ્રને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યા તેમનું મોત નીપજ્યું હતું. 

         અકસ્માત બાદ આરોપી ચાલક પોતાની કાર મૂકી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.આ ઘટનાને પગલે મૃતકના ભાઈ નિલેશભાઈ શામજીભાઈ ભાલોડીયા (ઉં.વ. 44), રહે ટંકારા ગાયત્રીનગર સોસાયટી, ઉગમણા નાકા બહાર વાળા એ ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી નેકનામ ઓપીના જમાદાર રાજુભાઈ કણજારીયા અને રાઈટર દશરથસિહે ગુનો નોધી કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(9:27 AM IST)