News of Friday, 19th September 2025
જસદણના ગોંડલાધારા ગામે હલણ મામલે કાળુભાઇને ભત્રીજાએ ધારીયુ મારી દીધું

રાજકોટ તા. ૧૯: જસદણના ગોંડલધાર ગામે રહેતાં કાળુભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.૪૫) પર તેના કુટુંબી ભત્રીજા દસુર વેલાભાઇએ ધારીયાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં જસદણ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં જસદણ પોલીસને જાણ કરાઇ હતી.
કાળુભાઇ ખેતી કરવા સાથે પશુપાલન કરે છે. તેના સગાએ કહ્યું હતું કે ભત્રીજાની વાડી બાજુમાં જ છે. તેનું હલણ બંધ થઇ ગયું હોઇ તે કાળુભાઇની વાડીમાંથી ચાલતો હોઇ આ બાબતે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી તેણે ધારીયાથી હુમલો કર્યો હતો.
ધ્રોલના સુમરામાં નિલેષભાઇને ૪ શખ્સે કડાથી માર માર્યો
ધ્રોલના સુમરા ગામે રહેતાં નિલેષભાઇ કમલેશભાઇ જાદવ (ઉ.વ.૩૨)ને સાંજે ભરવાડ વાસમાં હતો ત્યારે વીરા છગન, બાબુ છગન, સંજય છગન અને સુરશે કડાથી, ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. સગાના કહેવા મુજબ નિલેષભાઇ પાણીના વાલ્વ ખોલવાનું કામ કરતો હોઇ તે આ કામના પૈસાની વાત કરવા જતાં બોલાચાલી કરી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધ્રોલ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
