<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

કડીયા કામની મજૂરીના પૈસા મામલે અતુલભાઇ પર લોખંડના પાઇપથી હુમલો

કુતિયાણાના યુવાનને ચરખડી ગામે ફટકારાયોઃ સારવાર હેઠળ

 

રાજકોટ તા. ૧૯: કુતિયાણાના બાવળાવદર ગામે રહેતાં અતુલભાઇ રાજાભાઇ સોંદરવાને ગોંડલના ચરખડી ગામે હતાં ત્‍યારે જયપ્રકાશ, રાજુ, ઉમેશ સહિતે મળી લોખંડના પાઇપથી માર મારતાં પગમાં, શરીરે ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

અતુલભાઇના કહેવા મુજબ તે કડીયા કામની મજૂરી કરે છે. અગાઉ અમદાવાદ નજીકના એક ગામમાં ગામનો ગેઇટ બનાવવાનું મજૂરી કામ જયપ્રકાશે રાખ્‍યું હોઇ પોતે ત્‍યાં કામ કરવા ગયો હતો. આ મજૂરીને બે હજાર રૂપિયા તેને લેવાના નીકળતાં હોઇ તેની ઉઘરાણી કરતાં મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

(11:03 AM IST)