<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

અમિતભાઇ શાહની ઉપસ્‍થિતિમાં યોજાનાર સાધારણ સભામાં લોધીકા તાલુકામાંથી લોકોને ઉમટવા હાકલ

જયેશ રાદડીયા, અલ્‍પેશ ઢોલરીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા સહિતનાની ઉપસ્‍થિતિમાં બેઠક મળી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા., ૧૯:  ગળહમંત્રી અમિતભાઇ શાહ રાજકોટ આવી રહેલ હોય  રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો ઓપરેટિવ બેન્‍કની  સાધારણ સભાના આયોજનની લોધીકા તાલુકાની બેઠક મળી હતી.

તેમજ સહકારી મંડળી દુધ મંડળીની સાધારણ સભા યોજાઈ રહેલ હોય ખેડૂતો ને આમંત્રણ પાઠવતા  રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો ઓપરેટિવ બેન્‍ક ચેરમેન  જેતપુર જામકંડોરણા ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાએ પાઠવ્‍યું છે.

 રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજાએ વધુને વધુ ખેડૂતોને આ સાધારણ સભામાં ઉપસ્‍થિત રહેવા જણાવેલ છે.

આ બેઠકમાં રાજકોટ જીલ્લા પંચાયત સદસ્‍ય મોહનભાઈ દાફડા રાજકોટ વિધાનસભા પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા મુકેશભાઇ તોગડિયા,  તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ તાલુકા ભાજપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા, સુરેશભાઈ વસોયા, રા.લો.સંઘ ડિરેકટર મનસુખભાઇ સરધારા પૂર્વ વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલીયા માર્કેટીંગ યાર્ડ ડિરેકટર ભરતભાઈ ખુટ નગરપીપળીયા સહકારી મંડળી પ્રમુખ વલ્લભભાઈ તારપરા ખીરસરા રણમલજી જુથ સેવા સહકારી મંડળી ડિરેકટર નરશીભાઈ વેકરીયા દિલીપભાઈ કુગશીયા, પ્રવિણસિંહ ડાભી નરશીભાઈ વેકરીયા, હનુભા ડાભી વડ વાજડી પાભર ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા સંજયભાઈ સોજીત્રા પ્રવિણભાઇ વેકરીયા પાભર  ઇટાળા ઉડખીજડીયા સરપંચ મિલનભાઇ કથીરીયા હરીપર તરવડા ઇકબાલભાઇ ઠેબા મુકેશભાઇ વિરડા વાગુદડ મોટા વડા સહકારી મંડળી પ્રમુખ પરાક્રમસિંહ જાડેજા તાલુકા પંચાયત અધ્‍યક્ષ ઉમેશભાઈ પાભર જીલ્લા ભાજપ કિસાન મોરચા મહામંત્રી અનિરૂધ્‍ધ સિંહ ડાભી દુધ મંડળી મોટા વડા મયુર સિંહ જાડેજા દુધ મંડળી ખીરસરા રણમલજી વિનુભાઈ વાગડીયા દુધ મંડળી લોધીકા દિલીપભાઈ મારકણા સહકારી મંડળી દેવ ગામ કૈલાસભાઇ ભુત ખાંભા માખાવડ રાવકી વિરવા ચાદલી ચિભડા ધીરૂભાઇ વાધેલા મચ્‍છાભાઇ લાંબરીયા પારડી સવજીભાઈ પરમાર રતનપર અભેપર ચાદલી મોહનભાઈ ખુટ લોધીકા તાલુકા પંચાયત સદસ્‍ય ભરતસિંહ જાડેજા કિશોરભાઈ વસોયા ઉમેશભાઈ દેસાઈ બોદુભાઇ ઠાસરીયા છાપરા સુધીરભાઈ તારપરા નગરપીપળીયા સરપંચ ભાવેશભાઈ હરસોડા પ્રવિણભાઇ માલકીયા શ્‍યામભાઇ સોલંકી ખીરસરા રણમલજી રસિકભાઈ છાપરા માખાવડ લાલજીભાઈ તોગડિયા ઉપસ્‍થિત રહયા હતા.

 સર્વ ખેડૂત મિત્રો મંડળી ડિરેકટરો સભાસદો પ્રમુખો દુધ મંડળીના સભાસદો પ્રમુખો  જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના સદસ્‍યો તાલુકા ભાજપ મંડળ ના હોદેદારો કાર્યકરો સરપંચો ને આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા તેમજ રાજકોટ લોધીકા સંધના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા એ આહવાન કરેલ છે.

(1:27 PM IST)