News of Friday, 19th September 2025
સુરેન્દ્રનગરમાં કીસાન અધિકારી યાત્રાઃ કોંગ્રેસનો કલેકટર ઓફિસનો ઘેરાવ
પોલિસ બંદોબસ્ત છતાં હાયહાયના લગાવ્યા નારા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ :.. સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત દિન પ્રતિદિન પાઈમાલ બનતો જઈ રહ્યો છે કારણ કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી પરંતુ તેની કરતા પણ ૫૦ ટકા થઈ ગઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો અને વિરોધ પક્ષની પાર્ટીઓ સરકારને ઘેરાવ કરવાની તૈયારીઓ શરૂ કરી છે કારણ કે છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ પડતાં વરસાદના પગલે ખેડૂતોને આર્થિક નુકસાન જઈ રહ્યું છે અને તેનો કોઈપણ પ્રકારનો વળતર લાભ ખેડૂતોને નથી મળ્યો આગલા વર્ષના ૭૫ હજારથી વધુ ખેડૂતો પાક નુકસાન અંગેની વળતર થી વંચિત છે અને જેમાં પણ હવે તંત્ર એવો નિર્ણય કર્યો છે કે માત્ર કપાસના પાકને જ સહાય ચૂકવવામાં આવશે.
બીજી તરફ ખેડૂતોને પોતાની જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા આ કપાસ જ્યારે બજારમાં આવે ત્યારે તેના ભાવ ઘટી જતા હોય છે અને પરિણામે વેપારીઓ કમાઈ જતા હોય છે બીજી તરફ વિદેશથી આયાત થતા કપાસ ઉપર છૂટછાટ આપવામાં આવી છે અને તેના ઉપરથી ડ્યુટી પણ હટાવી લેવામાં આવી છે એટલે સુરેન્દ્રનગરમાં ઉત્પાદિત થતો કપાસ કોઈપણ પ્રકારની મિલો નહીં ખરીદે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસના પૂરતા ભાવ નહીં મળી શકે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલના તબક્કામાં પશુપાલકોને પૂરતું વળતર ન મળતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇને પશુપાલકો દિન પ્રતિદિન દુબળા બનતા જઈ રહ્યા છે અને દેવામાં જતા હોય તેવો કોંગ્રેસ પક્ષે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ડેરીઓ ઉપર વર્ષોથી કબજો જમાવી બેઠેલા પશુપાલકો વિશે કાંઇ ના વિચારતા હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
જમીન માપણીમાં ભૂલોના કારણે ખેડૂતો દ્વારા છેલ્લા દસ દસ વર્ષથી સીટી સર્વે ભવનમાં અરજીઓ કરવામાં આવી રહી છે પરંતુ તેના અરજીઓનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો અને તેનો જવાબ પણ નથી મળી રહ્યો ત્યારે આ જ સંદર્ભે હવે ખેડૂતો સાથે કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યું છે અને સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલયથી લઈ કલેક્ટર સુધી રેલી યોજી અને ત્યારબાદ જાહેર રોડ રસ્તા ઉપર ધરણા યોજવામાં આવ્યા છે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે અને જો ખેડૂતોના મુદ્દે અને પ્રશ્નો હલ નહીં કરવામાં આવે તો અગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં કોંગ્રેસના ધરણા બાદ આવેદનપત્ર આપવા માટે નેતાઓ પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને સાથે રાખી મુખ્યમંત્રી અને વડાપ્રધાન ના નામના નારાબાજી કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ત્યારે આ સંદર્ભે નારાબાજી કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો તે છતાં પણ કોઈ પણ પ્રકારે રોકવાના પ્રયાસ ન કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ પણ કોંગ્રેસના સમર્થનમાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સર્જાઈ જવા પામ્યા હતા.
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ અને જિલ્લા ઙ્કમુખ વિક્રમ રબારી ની આગેવાની હેઠળ રેલી યોજવામાં આવી હતી કલેકટર કચેરી ખાતે યોજવામાં આવ્યા હતા અને કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે કિસાન અધિકાર યાત્રા દરમિયાન ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સામેથી પસાર થતા મુખ્ય રોડ ઉપર જ ખેડૂતો બેસી ગયા હતા અને સિંગલ પટ્ટી રોડ ચાલુ રાખવા દેવામાં આવ્યો હતો બે કલાક સુધી સિંગલ પટ્ટી રોડથી વાહન ચાલકો અવરજવર કરી રહ્યા હતા ત્યારે અંતે જિલ્લા પ્રમુખ વિક્રમ રબારી દ્વારા ધારણા ટૂંકાવી અને ત્યારબાદ જિલ્લા કલેકટરને રજૂઆત કરી અને આગેવાનો તેમજ તમામ જિલ્લા તાલુકાના પ્રમુખો અને તમામ સંગઠનના હોદ્દેદારોને કલેકટર કચેરીમાં લઈ અને આવેદનપત્ર આપી અને જિલ્લા કલેકટરને ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
