<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

વેરાવળના મહિલાના આપઘાત પ્રકરણમાં છેતરપીંડી કરનાર બે પરપ્રાંતિય પકડાયા

ઓનલાઇન પાર્સલ મોકલવાનુ જણાવી મહીલાને પોલીસ તેમજ ઇન્‍કમટેક્ષમાં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઇન રૂપીયા ટ્રાન્‍સફર કરાવી લેતા

વેરાવળ, તા.૧૯: વેરાવળ સીટી પો.સ્‍ટે.માં ૨૦૨૩ ની કલમ-૧૦૮,૩૫૧(૨) તથા ધી ઇન્‍ફર્મેશન ટેકનોલોજી એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(ડી) મુજબનો ગુન્‍હો તા.૦૫/૦૯/૨૦૨૫ ના રોજ રજીસ્‍ટર થયેલ જેના ફરીયાદી અશોકભાઇ પ્રવિણચંદ્ર ચોલેરાના પત્‍નિ મરણજનાર બહેનના મોબાઇલ નંબરમા વોટ્‍સએપમાં આરોપીઓએ પાર્સલ મોકલવા બાબતે ઇન્‍કમટેક્ષ અને પોલીસના નામે પુરો પરીવાર ફસાઇ જશે તેવો ભય બતાવી એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી કયુ આર કોડથી કુલ રૂ.૧,૧૫,૦૦૦/ ટ્રાન્‍સફર કરાવડાવી હજી વધુને વધુ રૂપીયાની માંગણી કરી બ્‍લેકમેઇલ કરી માનસીક ત્રાસ ગુજારી મરવા મજબુર કરતા મરણજનાર બહેન કંટાળી જઇ તા.૩૦/૦૮/૨૦૨૫ ના ઘરે બેડરૂમમા પોતાની મેળે અનાજમા નાખવાના સેલ્‍ફોસ ટીકડા ખાઇ આત્‍મહત્‍યા કરી મરણ જતા બનાવ બનેલ.

વેરાવળ સીટી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ.આર.ગોસ્‍વામીની સુચના હેઠળ સીટી પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. જી.એન.કાછડ પો.હેડ કોન્‍સ. જગદીશભાઇ અરજનભાઇ તથા પો.કોન્‍સ.અશોકભાઇ હમીરભાઇ તથા જયેશભાઇ બાલુભાઇ નાઓની ટીમ બનાવી બહારના રાજ્‍ય મધ્‍યપ્રદેશ તથા બિહાર રાજયમા તપાસમાં ગયેલ ત્‍યા જઇ એલ.સી.બી. ગીર સોમનાથના પોલીસ ઇન્‍સ. એમ.વી.પટેલ, એલ.સી.બી.ના ટેકનીકલ સ્‍ટાફના ટેકનિકલ સર્વેલન્‍સની મદદથી મધ્‍યપ્રદેશ રાજ્‍યના વિદીશા જીલ્લાના ટીયોન્‍ડા તાલુકાના ઉકાયલા તથા પઠારી મુકામેથી (૧) વિક્રમ મનોજભાઇ અહરવાર ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.ઉકાયલા ગામ તા.ટીયોન્‍ડા જી.વિદીશા (મધ્‍યપ્રદેશ) (૨) રોહીત ઉર્ફે છોટુ મુન્નાભાઇ રૈકવાર ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.પઠારી ગામ તા.પઠારી જી.વિદીશા (મધ્‍યપ્રદેશ)ને ઝડપી લાવી છે.

આ કામગીરીમાં એ.એસ.આઇ જેઠાભાઇ વીરાભાઇ તથા સુનીલકુમાર બાલુભાઇ તથા દિપકભાઇ વજુભાઇ જોડાયેલ હતા.

(11:46 AM IST)