<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

હેમેન્‍દ્રકુમાર પારેખ કોઇની પણ શેહ શરમ વિના નીડરતાથી લખતા

પોરબંદરના જુની પેઢી પત્રકાર સ્‍વ. હેમેન્‍દ્રકુમારને ભરતભાઇ પાંઉએ શ્રધ્‍ધાંજલિ અર્પી

પોરબંદર, તા. ૧૯: મોટા ગજાના પત્રકાર હેમેન્‍દ્રભાઇ પારેખના દેહાવસાનથી અખબાર જગતે એક ધ્રુવતારક ગુમાવ્‍યો છે. તેની ખોટ હંમેશા આપણને યાદ રહેશે. તેમ ભરતભાઇ પાંઉ એ જુની પેઢીના પત્રકાર  સ્‍વ. હેમેન્‍દ્રકુમારને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરતા જણાવ્‍યું હતું.

કોઇ પણ પ્રશ્ન હોય માટે તે પ્રજાને અન્‍યાયનો હોઇ, સરકારી તંત્રની હેરાનગતિનો હોય કે હેમેન્‍દ્રભાઇને કોઇની પણ શેહશરમ રાખ્‍યા વગર નિડરતા પૂર્વક લખવું અને રજુ કરવું તે તેમની આગવી ઓળખ હતી. તેમ ભરતભાઇ પાંઉએ જણાવ્‍યું હતું.

કોઇપણ અન્‍યાયનો મુદ્‌ો હોય તો તેના મૂળ સુધી જઇ, ગહન સંશોધન કરીને તેમજ હંમેશા રાષ્‍ટ્રહિત સર્વોપરી રાખીને તેની મુલવણી કરવી તેમજ તે બાબતનો પુરો ઇતિહાસ રજુ કરી અને પોતાની વાત તંત્રને ગળે ઉતારાવવી તેવી તેમની પ્રતિભા હતી તેમ ભરતભાઇ પાંઉએ જણાવ્‍યું હતું.

(11:58 AM IST)