News of Friday, 19th September 2025
નરેન્દ્રભાઇનાં આગમન પહેલા ભાવનગર લશ્કરી છાવણીમાં ફેરવાયું: લોખંડી બંદોબસ્ત
એડિ.ડીજી અને આઈજી કક્ષાના ૪ અધિકારીઓ સહિત ૪ હજારથી વધારે પોલીસકર્મીની તૈનાતીઃ એરપોર્ટથી જવાહર મેદાન સુધીમાં ૬ સેક્ટરમાં રૂટ ગોઠવાયો, દરેક સેક્ટરની જવાબદારી અલગ-અલગ એસપીને સોંપાઈ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯ :.. ભાવનગરમાં કાલે તા.૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્ત માટે સાત જિલ્લાની પોલીસને બોલાવવામાં આવી છે. ૪ એડિ.ડીજી અને આઈજી કક્ષાના અધિકારીઓ સહિત ૪ હજારથી વધારે પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધીના ૬ સેક્ટરમાં વિભાજીત રૂટમાં થ્રિ-લેયર સિકયોરિટિ ગોઠવવામાં આવી છે.
ભાવનગરમાં તા.૨૦ને શનિવારના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત માટે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રેલવે પોલીસને બોલાવવામાં આવી છે. એડિ.ડીજી અને આઈજી કક્ષાના ૪ અધિકારી સહિત ૪ હજારથી વધારે પોલીસકર્મીની તૈનાતી કરવામાં આવી છે.
એરપોર્ટથી જવાહર મેદાન સુધીના રોડ-શોના રૂટને કુલ ૬ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં થ્રિ-લેયર સિકયોરિટિ ગોઠવાઈ છે. જેમાં દરેક સેક્ટરમાં સુરક્ષાની જવાબદારી એસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
૨૦ મિનિટનો રોડ શો અને આશરે ૪૦થી ૫૦ મિનિટ સુધીના જવાહર મેદાન ખાતેના સભા સ્થળના કાર્યક્રમમાં ધાબા પોઈન્ટ, રૂટ પોઈન્ટ, ડોગ સ્ક્વોર્ડ ઉપરાંત રૂટ પર નેત્રમ્ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ પરથી પણ પોલીસની વોચ રહેશે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
