<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

સમગ્ર ભારત દેશમાં સહકારીતા લાવવા રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્‍થાનની સ્‍થાપના

મહિલા સેવા અને પ્રવૃત્તિ, નાગરિક બેન્‍ક, સહકારી બેંક સહિતની અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા જુનાગઢના શ્રીમતી પ્રીતિબેન ડોલરરાય કોટેચાની રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે પસંદગી

 

જૂનાગઢ તા.૧૯: ભારત દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવવા અને સહકારી પ્રવૃતિઓ થકી ખેડૂતો સહિત છેવાડાના માણસ સુધી પારદર્શક કામગીરી થકી રોજગારી મળી રહે તેમજ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ સહકારી યોજનાઓનો સીધો લાભ એમને મળી રહે એવા ઉમદા હેતુને ચરિતાર્થ કરવા માટે રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્‍થાનની સ્‍થાપના સમગ્ર દેશમાં સહકારી તેમજ પંચાયતી રાજ ક્ષેત્રે રાષ્ટ્રીય નેતૃત્‍વ કરતા શ્રી ભરત ગાજીપરાના નેતૃત્‍વમાં કરવામાં આવી છે. સમગ્ર ભારત માટે રજીસ્‍ટર્ડ આ સંસ્‍થા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વડપણ હેઠળ સરકારની સહકારી ક્ષેત્રને પ્રાધાન્‍ય આપતી નીતિ અનુસાર રચના કરેલ છે. રાષ્ટ્રીય સ્‍તરની આ રજીસ્‍ટર્ડ સંસ્‍થાની ભારત સરકારના નીતિ આયોગે પણ જોડાણની મંજુરી આપેલ છે. આ સંસ્‍થાન મુખ્‍યત્‍વે પ્રશિક્ષણ, સંશોધન, સંકલન, પોલિસી અને અલગ અલગ સહકારી સંસ્‍થાઓ એકમેકને ઉપયોગી બની સમગ્ર ભારત સહિત વિશ્વમાં સહકારીતા ક્ષેત્રે અગ્રેસર કાર્ય કરવાનો દ્રઢ સંકલ્‍પ સાથે આગળ વધી રહી છે.

ભારતના સહકારી કાયદા કે નીતિ હેઠળ આવતા ગ્રામીણ એકમો થી રાષ્ટ્રીય એકમો સુધીના તમામ સંચાલક મંડળના પદાધિકારીઓ,  અધિકારીઓ, સભ્‍યો અને લાભાર્થીઓને શિક્ષણ, સુધારા, માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતી બહુરાષ્ટ્રીય સંસ્‍થા તરીકે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારના સહયોગથી સહયોગી તરીકે કાર્ય કરશે. સ્‍થાનિક સ્‍વરાજ્‍ય એટલે કે જીલ્‍લા સ્‍તરે થી રાષ્ટ્રીય સ્‍તર ના તમામ સહકારી એકમો માટે સ્‍વતંત્ર રાષ્ટ્રીય પરિષદો(ફેડરેશન)ની રચના કરવામાં આવશે, જેમાં ભારતના તમામ રાષ્ટ્રીય સહકારી ફેડરેશન, સદસ્‍ય ફેડરેશન, સિંચાઇ સહકારી સંઘ, સિંચાઇ સદસ્‍ય, માર્કેટીંગ યાર્ડ,  માર્કેટીંગ યાર્ડ સદસ્‍ય, દૂધ ઉત્‍પાદક સંઘ, દૂધ ઉત્‍પાદક મંડળી, હાઉસીંગ સોસાયટી, ઔધોગિક સંઘ, ઔધોગિક સોસાયટી, પરિવહન સંઘ, પરિવહન સોસાયટી, ખાદી અને હસ્‍તશિલ્‍પ સંઘ, ખાદી અને હસ્‍તશિલ્‍પ સોસાયટી સહિતના તમામ એકમોને મજબૂત બનાવવા માટે જીલ્‍લા સ્‍તરે થી રાષ્ટ્રીય સ્‍તર સુધી જાહેર સેવા કરવામાં આવશે.

આ રાષ્ટ્રીય સંસ્‍થાનનું સૌથી મોટું જમા પાસું વરિષ્ઠ અનુભવીઓ, નિવૃત સનદી અધિકારીઓ, પૂર્વ ચેરમેનો, પૂર્વ ડાયરેકટરો, પૂર્વ પદાધિકારીઓની ટીમનું માર્ગદર્શન અને ગુજરાત રાજ્‍યના રાજ્‍ય અને રાષ્ટ્રીય સ્‍તરના આગેવાનોનું માર્ગદર્શન અને પીઠબળ મળી રહેલ છે. આ રાષ્ટ્રીય સ્‍તરની સંસ્‍થાના વિવિધ રાજ્‍ય એકમોમા ૫૦% થી વધુ સહકારી સંસ્‍થાના ચૂંટાયેલા હોદ્દેદારોને મુખ્‍ય જવાબદારી સોંપાશે તેમજ પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્‍ય અને સહકારી ક્ષેત્રના વિવિધ તજજ્ઞોની પણ આ બિન રાજકીય સંસ્‍થામાં સેવા લેવાશે. આગામી દિવસોમાં, તમામ એકમોની સ્‍વતંત્ર રાષ્ટ્રીય કોર સમિતિ, રાષ્ટ્રીય કાર્યકારણી સમિતિ, રાષ્ટ્રીય એડવાઇઝરી સમિતિ, રાષ્ટ્રીય મહિલા સમિતિ, ઝોનલ સમિતિ (ભારતના તમામ રાજ્‍યોને પાંચ ઝોનમાં સમાવવામાં આવશે), રાજ્‍ય સમિતિ અને ઝોન સમિતિ (દરેક રાજ્‍યમાં પાંચ ઝોન હશે) શરૂ કરવામાં આવશે.

રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્‍થાનના રાષ્ટ્રીય ચેરમેન શ્રી ભરત ગાજીપરા ગુજરાત, જીલ્‍લા સહકારી બેંકના ડાયરેક્‍ટર, નાગરીક સહકારી બેંકના સરકાર નિયુક્‍ત કસ્‍ટોડિયન અને વર્ષોથી રાજ્‍ય અને રાષ્ટ્રીય સ્‍તરે પંચાયતી અને સહકારી કાયદાના નિષ્‍ણાત અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત (ગુજરાત હાઇકોર્ટે) ના ચેરમેન રહી ચૂકેલ એ સમયે ગુજરાતના મુખ્‍યમંત્રી અને હાલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ હસ્‍તે દેશની પ્રથમ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની મુખ્‍ય કચેરી લોક ભાગીદારીથી નિર્માણ પામેલ તેનું ઉદ્ધાટન કરાવેલ. રાષ્ટ્રીય પ્રમુખ પદ પર શ્રી અશ્વિનભાઈ પટેલ સુરત, ગુજરાત રાજ્‍યની સૌથી મોટી સૂરત જીલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સૌથી વધુ ડીવીડન્‍ડ આપતી કામરેજ સુગર ફેક્‍ટરીના ડાયરેક્‍ટર અને ચેરમેન સહિત અન્‍ય સહકારી સંસ્‍થાઓ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પદ પર મહારાષ્ટ્રના શ્રી કૈલાશ ગોરે પાટીલ, રાષ્ટ્રીય સ્‍તરે જીલ્‍લા પંચાયત પ્રમુખ સંગઠન અને મહારાષ્ટ્રના સહકારી માળખા સાથે કાર્યરત છે, રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ પદ પર ગુજરાત અમરેલીના શ્રી મનીષભાઈ દિલીપભાઈ સંઘાણી, ઉપાધ્‍યક્ષ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત પ્રદેશ, પ્રભારી ભાવનગર શહેર ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત, સ્‍થાપક કમ પ્રમુખ  સરદાર પટેલ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી લી., ડાયરેક્‍ટર  અમરેલી જીલ્‍લા મધ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. અમરેલી, ડાયરેક્‍ટર ગુજરાત રાજ્‍ય સહકારી સંઘ, ચેરમેન કૃષિ અને ગ્રામીણ વિકાસ રાજ્‍ય સહકારી મંડળી.લી, ડાયરેક્‍ટર ગુજરાત રાજ્‍ય સહકારી તમાકુ ગ્રોસરી ફેડરેશન લી., ચેરમેન અમરેલી જિલ્‍લા સહકારી સંઘ, જનરલ પ્રતિનિધિ કૃષક ભારતી કો-ઓપરેટિવ લી. (કૃભકો), યુથ વિંગ ડાયરેક્‍ટર ઇન્‍ટરનેશનલ કોઓપરેટીવ એલાઈન્‍સ, ડાયરેક્‍ટર રાષ્ટ્રીય બાગવાની અનુસંધાન અને વિકાસ પ્રતિષ્ઠાન (NHRDF),  રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ પદ પર ગુજરાત જુનાગઢના શ્રીમતી પ્રીતિબેન ડોલરરાય કોટેચા,  મહિલા સેવા અને પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, નાગરિક બેન્‍ક સહિતની સહકારી બેંકના વહીવટી સંચાલન અને ડાયરેક્‍ટર તરીકેનો લાંબો અનુભવ ધરાવે છે, રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ પદ પર લખનૌના શ્રી અમિત પાંડેય, અધ્‍યક્ષ ડી.એ.વી. કોલેજ, પૂર્વ પ્રભારી અને અધ્‍યક્ષ ભારત રક્ષા મંચ, રાષ્ટ્રીય અધ્‍યક્ષ કાલી સેના સહીત એકયુરેટ એન્‍જિનિયરિંગ અને એપસ્‍ક્રોમ ઇન્‍ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ ના ધંધા સાથે સંકળાયેલા છે, રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ પદ પર શ્રીમતી દેવઈબેન કાનગડ,  ગુજરાતના કચ્‍છમાં ખૂબ મોટી મહિલા ઉદ્યોગપતિ સાથે સફળ સરપંચ પણ છે, રાષ્ટ્રીય આંતરિક ઓડિટરના પદ પર જબલપુર મધ્‍ય પ્રદેશના શ્રી અખિલેશ જૈન,  વ્‍યવસાયે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ છે અને મધ્‍ય પ્રદેશ ભાજપના ખજાનચી પણ છે, રાષ્ટ્રીય કન્‍વીનરના પદ પર ગુજરાતના શ્રીમતિ ભારતીબેન પટેલ ગુજરાત, સાબરકાંઠા જીલ્‍લા પંચાયતના પ્રમુખ અને માન. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની નાની બચત માટે બહેનોને પ્રોત્‍સાહન કરવા સખીમંડળના માધ્‍યમથી મહિલા બચત કેન્‍દ્રોની શરૂઆત કરી એમાં ભારતીબેન પટેલ સૌથી સફળ રહેલ અને સામાજિક રાજકીય આગેવાન એમના પતિ શ્રી મહેન્‍દ્રભાઇ પટેલનો પણ આ સંસ્‍થાને સહયોગ રહેશે, રાષ્ટ્રીય માનદ મંત્રીના પદ પર ગુજરાતના શ્રી મુકેશ સખિયા ગુજરાત, સહકારી સંઘ, માર્કેટિંગ યાર્ડના અનુભવી અને રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ નવી દિલ્‍હી તેમજ રાષ્ટ્રીય સ્‍થાનિય સ્‍વરાજ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્‍તરે કાર્યશીલ છે, રાષ્ટ્રીય સચિવ શ્રી મંજુનાથ એમ જી કર્ણાટક, બેંગલોરમાં અનેક મોટી આઇ. ટી. કંપની ચલાવે છે સહકારી, સામાજિક અને રાજકીય રીતે સમગ ભારતમાં મોટું નામ ધરાવે છે, રાષ્ટ્રીય ખજાનચીના પદ પર શ્રી તરુણભાઇ બારોટ ગુજરાત, ભાજપ જનસંઘની સ્‍થાપક ટીમના પાયાના પથ્‍થર પૂર્વ રાજ્‍યસભા સાંસદ અને પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી જયંતીભાઈ બારોટના સુપુત્ર ગાંધીનગર ખાતે રાજ્‍યભરના બક્ષીપંચ સમાજના તમામ પ્રશ્નો સામુહિકરીતે અને વ્‍યક્‍તિગત સરકારમાં રજૂઆત કરવા સ્‍વખર્ચે મોટી ઓફીસ ધરાવે છે, રાષ્ટ્રીય કારોબારી સદસ્‍ય તરીકે શ્રીમતી ડો મમતા સાહુ છતીસગઢ, પ્રદેશ મહિલા ભાજપ ઉપાધ્‍યક્ષ અને અખિલ ભારતીય તૈલીક સાહુ મહાસભાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્‍યક્ષ તરીકે પણ સેવા આપે છે, રાષ્ટ્રીય કારોબારી સદસ્‍ય તરીકે શ્રીમતી નીપા મહેતા ગુજરાત, ભાવનગર જીલ્‍લા સહકારી સંઘના ઉપપ્રમુખ, ગુજરાત રાજ્‍ય સહકારી સંઘના ડિરેક્‍ટર, બોટાદ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ, બોટાદ શહેર સહકાર ભારતી પ્રમુખ, શ્રી આનંદમયી મહિલા કો. ઓપ. સોસાયટી બોટાદ પ્રમુખ, શ્રી આર્શિવાદ મહિલા ક્રેડિટ સોસાયટી ગઢડા-બોટાદ પ્રમુખ, ધ નવભારત મલ્‍ટી સ્‍ટેટ એગ્રો ફાર્મિંગ એન્‍ડ માર્કેટિંગ કો. ઓપ. સોસાયટી (ગુજરાત-આસામ) મેનેજીંગ ડિરેક્‍ટર, મધ્‍ય ગુજરાત સૌરાષ્ટ્ર કો. ઓપ. ફેડરેશન સહકાર ભારતી ડિરેક્‍ટર, શ્રી મહિલા કો. ઓપ. ક્રેડિટ સોસાયટી બોટાદના મેનેજર સહિતના અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે, રાષ્ટ્રીય કારોબારી સદસ્‍ય તરીકે શ્રીમતી સોનલ સાવંત મુંબઇ, મહારાષ્ટ્ર પ્રદેશ ઉપાધ્‍યક્ષ આયુષ્‍યમાન ભારત, મીરા રોડ ભાજપ જીલ્‍લા સચિવ, જનકલ્‍યાણ સમાજ સેવા પ્રમુખ, અખિલ ભારતીય સમાજ સેવા ઉપાધ્‍યક્ષ, નારી શક્‍તિ સંસ્‍થાના સચિવ સહિત અનેક સામાજીક કાર્ય કરી રહ્યા છે. રાષ્ટ્રીય કારોબારી સદસ્‍ય તરીકે શ્રીમતી શીતલ દિનેશ માલી, મહારાષ્ટ્ર રાજ્‍ય માથાડી બાંધકામ અને ઘરેલું કામદાર યુનિયન રાયગઢ જિલ્‍લા પ્રમુખ, જિલ્‍લા પરિષદ અને પંચાયત સમિતિ મહારાષ્ટ્ર રાજ્‍ય સદસ્‍ય, ક્ષિતિજ બહુહેતુક સંઘ સંસ્‍થા પેણ ના સ્‍થાપક અને અધ્‍યક્ષ, સરપંચ પરિષદ કોંકણ વિભાગ પ્રમુખ મહારાષ્ટ્ર, ઇનોવિઝન વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના ડિરેક્‍ટર સહિત અનેક સામાજિક કાર્ય કરી રહ્યા છે અને રાષ્ટ્રીય કારોબારી સદસ્‍ય તરીકે શ્રી માધવ ચૌધરી, રાજસ્‍થાનના રાજસમંદ જીલ્‍લા પંચાયતના પ્રમુખ, રાજસમંદ જીલ્‍લા ભાજપ ઉપાધ્‍યક્ષ, રાજસ્‍થાન પંચાયતીરાજ પ્રદેશ કાર્યકારી સદસ્‍ય, મેવાડ જાટ સમાજના કાર્યકારી અધ્‍યક્ષ સહિત અનેક સામાજીક, રાજકીય અને સેવાકીય સંસ્‍થાઓ સાથે કાર્યરત છે.

 રાષ્ટ્રીય ચેરમેન શ્રી ભરત ભાઇ ગાજીપરાના જણાવ્‍યા મુજબ આ સંસ્‍થાનું ટૂંક સમયમાં ગુજરાતના વિવિધ સાંસદો અને સહકારી ક્ષેત્રના વિવિધ આગેવાનોને સાથે રાખીને ભારતના આદરણીય અને યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા કેબિનેટ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્‍દ્રીય સહકારિતા રાજ્‍યમંત્રી શ્રી કૃષ્‍ણપાલ ગુર્જર, કેન્‍દ્રીય સહકારિતા રાજ્‍યમંત્રી શ્રી મુરલીધર મોહોલ સહિત ઘણા સાંસદોના હસ્‍તે આ સંસ્‍થાને કાર્યરત કરવામાં આવશે. આ સંસ્‍થાને પૂર્વ  કેબિનેટ મંત્રી, પૂર્વ રાજ્‍ય મંત્રી તેમજ અનેક રાજ્‍યના મુખ્‍યમંત્રી, કેબિનેટ કક્ષાના સહકાર મંત્રી, રાજ્‍યકક્ષાના સહકાર મંત્રી, અન્‍ય મંત્રીઓ સહિતના હોદેદારોએ સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપેલ છે.

આ રાષ્ટ્રીય સંસ્‍થા સમગ્ર ભારતમાં સ્‍વતંત્ર રીતે અને કોઈપણ સરકારી હસ્‍તક્ષેપ વિના કાર્ય કરશે. સંસ્‍થા ટૂંક સમયમાં દિલ્‍હી અને ગાંધીનગર ખાતે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર તેમજ મોટી સહકારી સંસ્‍થાઓના સહયોગથી સંસ્‍થાની માલિકીનું તાલીમ ભવન ખડું કરશે જેમાં સહકારી ક્ષેત્રમાં જળમૂળથી ભ્રષ્ટાચાર, સગાવાદ સમાપ્ત થાય તે માટે વિવિધ સહકારી સંસ્‍થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડાયરેક્‍ટરો અને વહીવટી ટીમને નિષ્‍ણાત ટ્રેનરો દ્વારા સમયબદ્ધ રીતે સંસ્‍થા નિયમિત સ્‍વરૂપે તાલીમ આપશે તેમજ પ્રજાહિતની યોજનાઓ સબંધે વિશ્‍લેષણ અને સંશોધન કરી રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારને સમયાંતરે અહેવાલો આપશે કેન્‍દ્ર અને રાજ્‍યના સહકાર વિભાગ સાથે સંકલન કરી પ્રવૃતિ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સહિત  ભારત દેશની તમામ સ્‍થાનિય સહકારી સંસ્‍થાઓને મજબૂત બનાવવાનો રહેશે.

(12:16 PM IST)