<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ભાવનગરના તળાજામાં એક ઇંચ, મહુવામાં અડધો ઇંચ વરસાદ

જેસર ,ગારીયાધાર અને પાલીતાણામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે તળાજામાં એક ઇંચ અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જેસર ,ગારીયાધાર  અને પાલીતાણામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ ઉભો થયો છે. આજે સાંજે જિલ્લા ના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો.
આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના તળાજામાં 20, મહુવામાં 13, જેસરમાં 7, ઘોઘામાં 2 ગારીયાધારમાં 6 અને પાલીતાણામાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં સાંજે વરસાદનું ઝાપટુ વરસી ગયું હતું

(6:58 PM IST)