<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ખંભાળીયાના સોનારડી ગામે વીજ વાયરથી કરંટ લાગતા પૌઢ વયના બે રાજપૂત વ્યક્તિના મોત :ભારે શોકની લાગણી ફેલાઈ

ખેતી કામ કરતા હતા ત્યારે ઉપરથી વીજ વાયર તૂટી પડતા બંનેને શોક લાગતા ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા

( કૌશલ સવજીયાણી દ્વારા ) જામ ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે આજે સાંજે બે પ્રૌઢ ઉમરના રાજપૂત વ્યક્તિઓ ખેતી કામ કરતા હતા ત્યારે ઉપરથી વીજ વાયર તૂટી પડતા બંનેને શોક લાગતા ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંનેના મૃત્યુ નીપજતા સોનારડી રાજપૂત સમાજ તથા ખંભાળિયામાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે  રામશંગ ભોજુભા જાડેજા( ઉ.વ.60  ) અને તખુભા પ્રતાપસંગ જાડેજા ( ઉ.વ.52 ) નામના  બે પ્રૌઢ અને ઘરના મોભી એવા વ્યક્તિઓના મૃત્યુ થતાં ગામમાં અને રાજપૂત સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાય છે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે



 

(9:08 PM IST)