<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારૂ ટાણે વાવળ ચડી ગાજ વિજ સાથે અનેક સ્થળોએ જોરદાર વરસાદ

જુનાગઢના તળેટી તહબોળ ગોંડલના દેરડી કુંભાજીમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો.

દક્ષિણ ગુજરાતમાં બહબહાટી બોલાવ્યા બાદ સૌરાષ્ટ્ર તરફ મેધાવી માહોલ સર્જાયો હતો અને વારૂ ટાણા સુધીમાં અનેક ગામોમાં જોરદાર વરસાદ ટુટી પડ્યો છે જેમાં ગળેડાટી ગગન ગર્જના કરી વિજળીના ચમકારા આકાશને અંજવાસ સાથે અનેરો માહોલ સર્જાયો હતો.

ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા બગદાણા બાબરા બોટાદ ઉના અમરેલી ધારી લિલીયા કુકાવાવના બાટવા રાજકોટ નજીકના દેરડી કુંભાજી જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જુનાગઢ શહેરના ભવનાથ તળેટીમાં વર્ષા રાણી મન મુકીને વરસી પડી હતી અત્યારે જુનાગઢ પંથકમાં દશેક વાગ્યે પણ જોરદાર વરસાદ શરૂ છે. અને હજું પણ જોરદાર વરસાદ ચાલુ રહશે.

(10:44 PM IST)