<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

વિસાવદરના જાંબુથાળાના મકરાણી માલધારી પરિવારને ન્યાય આપો : જહાંગીર બ્લોચ

ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તલસ્પર્શી વિસ્તૃત રજૂઆત કરી : વન વિભાગના અધિકારી-કર્મચારીઓના માનસિક ત્રાસના કારણે મૃત્યુ પામનાર માલધારી યુવાનનો પરીવાર નિરાધાર બન્યો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીરભાઈ એચ.બલોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર)એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને (મારફત કલેકટર-જુનાગઢ) દ્વારા આવેદનપત્ર પાઠવી વિસાવદર તાલુકાનાં જાંબુથાળા‌ ગામે વન વિભાગના અધિકારી/ કર્મચારીના માનસિક ત્રાસના કારણે મૃત્યુ પામનાર માલધારીના પરીવાર/કુટુંબીજનોને ન્યાય આપાવવા માંગણી કરી છે.
   સમસ્ત બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચે જણાવ્યું છે કે, જુનાગઢ જીલ્લાના ગીર પશ્રિમ વિભાગના ડેડકડી રેન્જના વિસ્તારમાં સેટલમેન્ટનું ગામ જાંબુથાળા આવેલ છે. આ ગામ આઝાદીને ૭૮ વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે. અને વન વિભાગ સાથે અવારનવાર પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને વન વિભાગ ના પરીક્ષેત્રના અધિકારી તથા કર્મચારીઓના ગેરવર્તનના કારણે જાંબુથાળા ગામના સેટલમેન્ટ ખેડુત હનીફભાઈ દાદમહમદ બ્લોચ તથા માલધારી સલીમ ઇસ્માઈલ બલોચ માનસિક ત્રાસથી કંટાળી વીસાવદર મુકામે અધિકારીઓએ મુલાકાતની ના પાડતા તે કચેરીમાંજ બે શખ્શોએ ઝેરી પદાર્થ ગટગટાવી અને પોતાની જીવન લીલા સંકેલી લેવા પ્રયત્ન કરેલ.જે પૈકી માલધારી સલીમભાઈ ઇસ્માઈલ બલોચનું દુઃખદ અવસાન થયેલ છે.અને તેમના પરીવારજનો નિરાધાર સ્થિતીમાં આવી ગયેલા છે.અને સબંધિત વન વિભાગના અધીકારી/કર્મચારીઓ સામે વીસાવદર સ્ટેશનમાં પોલીસ FIR.નં. ૧૧૨૦૩૦૭૦૩૫૦૪૧૮, તા: ૧૮/૦૯/૨૫ ના રોજ નેંધાયેલ છે.
આ બાબતે ન્યાય મળવા નીચે મુજબની માંગણી છે.
(૧) તપાસ કરનાર પોલીસ અધિકારીશ્રી દ્વારા આરોપીઓ ૧) ભરતભાઈ રબારી ગાર્ડ (૨) રવિભાઈ કાકડીયા - ફોરેસ્ટર (૩) જયરાજભાઈ વાળા-રેન્જ ફોરેસ્ટ ઓફીસર (૪) તપાસમાં જે નામ ખુલે તેની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેમજ તેઓના મોબાઈલ કબ્જે લઈ તપાસ કરવામાં આવે. (૨) આ ગુન્હાના મુખ્ય સાહેદોને આરોપીઓ ડરાવી ધમકાવે નહીં તે માટે તેઓની તાત્કાલીક વન વિભાગ દ્વારા બદલી કરી ગંભીર ગુન્હામાં સંડોવાયેલ હોય તાત્કાલીક ફરજ મોકુક કરવામાં આવે. (૩) આરોપીઓ કોઈપણ પ્રકારનું હથિયાર લાઈસન્સ ધરાવતા હોય તો હથીયાર લાઈસન્સ રદ કરી હથીયાર જમા કરાવવામાં આવે. (૪) આરોપીઓના ધરપકડ બાદ રીમાન્ડ મેળવી તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા લાઈ ડીટેકટર ટેસ્ટ તથા નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે.(૫) તપાસનીશ પોલીસ અધીકારી દ્વારા મુખ્ય સાહેદોના ક્રિમીનલ પ્રો.કો.ની કલમ ૧૬૪ મુજબ માનનીય ન્યાયમુર્તિ સમક્ષ નીવેદનો લેવામાં આવે. (૬) વન વિભાગ દ્વારા મુત્યુ પામનાર માલધારી સલીમ ઇસ્માઈલ બલોચના કુટુંબીજનોને ઉચીત રકમની સરકારના નિયમ મુજબ આર્થિક સહાય આપવામા આવે. (૭) મૃત્યુ પામનાર માલધારીના કુટુંબીજનોમાંથી એક વ્યક્તિને વન વિભાગમાં લાયકાત મુજબ કાયમી નોકરી આપવામાં આવે. (૮) મૃત્યુ પામનાર ની વિધવાને સરકારના નિયમ મુજબ વિધવા સહાય આપવામા આવે.(૯) ડેડકડી રેન્જના અન્ય સેટલમેન્ટના ગામ તથા નેશ વિસ્તારના માલધારીઓ તથા ખેડુતો પરના આ અધીકારીઓના માનસિક અત્યાચાર તથા ત્રાસ ની તપાસ કરવામા આવે. (૧૦) આ કામના આરોપીઓ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાના કિસ્સાઓની પુરતી તપાસ કરાવવામા આવે. આ ઉપરોકત તમામ મુદાઓને ધ્યાનમાં લઈ તાત્કાલીક આ શખ્શો  ઉપર કાર્યવાહી કરી મરણજનાર તથા તેના કુટુંબીજનોને ન્યાય અપાવવા અને હ આ બાબતે સબંધીતોને તાત્કાલીક પગલા લેવા સુચના આપવા ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચે માંગણી કરી છે.

 

(10:50 PM IST)