<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મહુવા પંથકમાં ધોધમાર એકાદ ઈંચ જેવો વરસાદ વરસ્યો: નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં : જુઓ વિડીયો

ખેડૂતોના ખેતરોમાં ચુકવણી કરવા મુકેલા મગફળી (માંડવી) ના પાથરા વરસાદી પાણીમાં તણાયા.

 મહુવા પંથકમાં આજરોજ તારીખ ૧૯/૯/૨૦૨૫ ને શુક્રવાર ના બપોર પછી ના ધોધમાર વરસાદ વરસી જતા નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં તદ્ ઉપરાંત જગત ના તાત ખેડુતે પોતાના ખેતરોમાં ચુકવણી કરવા મુકેલા મગફળી (માંડવી) ના પાથરા વરસાદી પાણી માં તણાયા હતા અને પલળી ગયા હતા જેથી ખુબ જ મોટાં પ્રમાણમાં ખેડૂતો ને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો આ વરસાદ મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગામો જેવા કે કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી,જાદરા, ભાદરા, માળવાવ, દાઠા, દેવળીયા,ચારદીકા,નેસવડ,વાધનગર, ભાદ્રોડ, તાવેડા, કંટાસર, ખાટસુરા, તલગાજરડા,રાતોલ, સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે તેવું રહીમ આર વસાયાએ જણાવાયું છે

(10:53 PM IST)