<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો.

સગર્ભા બહેનો અને બાળકો સ્ક્રીનીંગ કરાવે અને નિયમિત તપાસ કરાવે અને લોકો બહોળો લાભ મેળવે તેવી અપીલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : લાલપર મેડિકલ કેમ્પ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. કોટડીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ કેમ્પમાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, કેતનભાઈ, મેહુલભાઈ ઉપસ્થિત રહેલ.

ડો.રાધિકાબેન વડાવીયાએ લોકો તંદુરસ્ત આરોગ્ય માટે માર્ગદર્શન આપેલ અને ધારાસભ્ય અને અરવિંદભાઈએ સૌ સગર્ભા બહેનો અને બાળકો સ્ક્રીનીંગ કરાવે અને નિયમિત તપાસ કરાવે અને લોકો બહોળો લાભ મેળવે તેવી અપીલ કરેલ આ કેમ્પ સફળ બનાવવા આરોગ્યકર્મી  દિપકભાઈ, સીમાબેન, પાયલબેન, રસીકભાઈ, અનિલભાઈ, હાર્દિકભાઈ, ધ્રૃતિબેન એ ભારે જહેમત ઉઠાવેલ.

(11:25 PM IST)