તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મલ્ટીમીડિયા પ્રદર્શનને મળ્યો ભવ્ય પ્રતિસાદ, છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાકીય જાણકારી : પોષણ માહની ઉજવણી સાથેના માહિતીપ્રદ કાર્યક્રમનું કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનું પ્રશંસનીય આયોજન
પીએમ સેલ્ફી પોઇન્ટ, ડિજિટલ ક્વિઝ, વિભિન્ન સ્પર્ધાઓ અને મનોરંજક કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર : વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને વિજેતાઓને ઇનામ આપી પુરસ્કૃત પણ કરવામાં આવ્યાં, માહિતીપ્રદ પત્રિકાઓ અને પુસ્તિકાઓનું પણ મુલાકાતીઓમાં વિતરણ : કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી

રાજકોટ તા.૨૦
રાજ્યના ગ્રામીણ અને છેવાડાનાં વિસ્તારમાં વસતા જનજન સુધી યોજનાકીય માહિતી મળે અને દેશના અભિયાનો અંગે જાગરૂતતા ફેલાય તેવા આશય સાથે જાફરાબાદમાં યોજાયેલ મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન ખૂબ પ્રશંશનીય રહ્યું છે. સાચી અને સચોટ જાણકારી હશે તો જ લોકો પણ સરકારની યોજનાનો લાભ મેળવી શકશે. ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા કરેલી કામગીરી ખરેખર સરાહનીય રહી છે.
કેન્દ્ર સરકારના માહિતિ અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા જાફરાબાદમાં પારેખ અને મહેતા હાઈસ્કૂલ કેમ્પસ ખાતે પોષણ માહ - સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન તેમજ વિકસિત ભારતનો અમૃતકાળ -સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત ત્રણ દિવસીય ભવ્ય પ્રદર્શનના પ્રત્યેક દિને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે જાણકારી આપતા વક્તવ્ય તેમજ વિભિન્ન સ્પર્ધાઓની સાથે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન,જલશક્તિ અભિયાન, ફિટ ઇન્ડિયા કેમ્પેઇન, એક પેડ માં કે નામ અભિયાન, મિશન લાઈફ અંગે લોકજાગરૂતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા તેમજ અભિયાનમાં લોક ભાગીદારી વધારવા મંચ પરથી સ્વચ્છતાના શપથની સાથે પ્લાસ્ટીક બેગના ઉપયોગને બંધ કરવાની અપીલ સાથે કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વચ્છતા કેપ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ બહોળી સંખ્યામાં લોકોએ લીધેલી પ્રદર્શનની મુલાકાત અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ થકી મેળવેલી જાણકારીથી સંતોષ પામેલા લોકોથી મળેલા પ્રતિસાદને કાર્યક્રમની સફળતા ગણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રદર્શનમાં પીએમ સેલ્ફી પોઇન્ટ, તેમજ ટચ સ્ક્રીન પર રમાતી કોન્ટેસ્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નાટક,ગીત જેવા મનોરંજક કાર્યક્રમો દ્વારા સરળતાથી જાણકારી અને સંદેશને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથેજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિજેતાઓને ઇનામ આપી પુરસ્કૃત પણ કરવામાં આવ્યાં છે. સાથે જ માહિતીપ્રદ પત્રિકાઓ અને પુસ્તિકાઓનું પણ મુલાકાતી ઓમાં વિતરણ કરવામાં આવ્યું છે.
પોષણ માહ -સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ જાફરાબાદના આઈસીડીએસ વિભાગના સહયોગથી વિભિન્ન કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૌષ્ટિક વાનગી નિદર્શન સ્પર્ધા, કિશોરી સંમેલન, મહિલા સંમેલન, રંગોળી સ્પર્ધા, ભૂલકા મેળો જેવા વિભિન્ન કાર્યક્રમો થકી પોષણ અભિયાનના જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. સમગ્ર ત્રણ દિવસીય કાર્યક્રમનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાઓ, ગ્રામીણ અને શહેરી લોકોએ લાભ લીધો છે. જે કાર્યક્રમની સફળતા છે.

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 