<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ સ્થાપિત, આદર્શ એજ્યુકેશન સોસાયટી સંચાલિત, પરાગ સાર્વજનિક પુસ્તકાલયમાં બહેનો માટે આરતી થાળી હરીફાઈ યોજાઈ

હરીફાઈમાં રાજેશ્રીબેન પરમાર પ્રથમ વિજેતા થયા, રિયાબેન સાપરિયા દ્વિતીય ક્રમે રહ્યા અને નિશાબેન વ્યાસ તૃતીય ક્રમે રહ્યા.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ સ્થાપિત, આદર્શ એજ્યુકેશન સોસાયટી સંચાલિત, પરાગ સાર્વજનિક પુસ્તકાલય માં બહેનો માટે આરતી થાળી હરીફાઈ યોજાઈ
લોકોમાં વાંચન પ્રત્યેની જાગૃતિ વધે અને પુસ્તકો થકી વાંચન થાય અને તે વાંચનથી વ્યક્તિ વિકાસથી સમાજનો વિકાસ થાય તેવા હેતુથી પરાગ સાર્વજનિક પુસ્તકાલયનું સંચાલન આદર્શ એજ્યુકેશન સોસાયટી હાલ કરી રહી છે. આ સંસ્થામાં 65000 પુસ્તકો છે, જેમાં સાહિત્ય, હાસ્ય, ધાર્મિક, આધ્યાત્મિક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કેરિયર ડેવલોપમેન્ટ અને તમામ પ્રકારના ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો છે.
    વિરોધ કરતા પહેલા વિકલ્પ આપવો, એ વિચારને ધ્યાનમાં રાખી અને ધોરાજીની જનતા માટે આ પુસ્તકાલય હાલ સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગ ના કારણે થતા મનોરોગના ઉપાય સ્વરૂપ ચાલી રહ્યું છે. ખાસ કરીને બહેનો તેનો લાભ લે અને જોવા આવે તેવા ઉદ્દેશ્યથી ધોરાજી વિસ્તારમાં રહેતા બહેનો માટે હાલમાં નવરાત્રી નજીક છે તો આરતી થાળી હરીફાઈ નું આયોજન કરવામાં આવેલું હતું. આ હરીફાઈ માં કુલ 56 બહેનોએ ભાગ લીધો હતો. અને તમામ પ્રકારના ધર્મના બહેનો તમામ જ્ઞાતિના બહેનોનું પ્રતિનિધિત્વ રહ્યું. જેમાં નિર્ણાયક તરીકે સીમાબેન બામરોલીયા તથા દયાબેન વાગડીયા એ સેવાઓ આપી હતી. આ હરીફાઈ માં રાજેશ્રીબેન પરમાર પ્રથમ વિજેતા થયા, રિયાબેન સાપરિયા દ્વિતીય ક્રમે રહ્યા અને નિશાબેન વ્યાસ તૃતીય ક્રમે રહ્યા. 
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરાગ પુસ્તકાલયના સંચાલન સમિતિના  ભાવેશભાઈ માવાણી શ્રી જયેશભાઈ દફતરી હિતેનભાઈ પારેખ વિરલબેન કાર્તિકેય પારેખ  ઇલાબેન રમેશભાઈ શાહ તથા એડવોકેટ  સંજયભાઈ જીવાણી એ ભારે જહમત ઉઠાવેલી. 
પરાગ પુસ્તકાલે માત્ર 24 રૂપિયાના વાર્ષિક લવાજમ સાથે 65000 પુસ્તકો વાંચનની ઉજળી આપે છે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી.

 

(7:23 PM IST)