<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સેવાભાવી સિંધી સમાજના અગ્રણી કનુભાઈ ખટવાણીનું અવસાન: રવિવારે ધોરાજીમાં શ્રદ્ધાંજલિ સભા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સેવાભાવી સિંધી સમાજના અગ્રણી કનુભાઈ ખટવાણી નું અવસાન થતાં રવિવારે ધોરાજીમાં શ્રદ્ધાંજલિ સભા રાખેલ છી 
  ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણીએ યાદીમાં જણાવેલ કે ધોરાજી ના સેવાભાવી અને હાલમાં આણંદ ખાતે રહેતા સ્વર્ગસ્થ કનૈયાલાલ દુલ્હાનોમલ ખટવાણી (કનુભાઈ ખટવાણી) નું 75 વર્ષની વયેએ આણંદ મુકામે અવસાન થયું છે
કનુભાઈ ખટવાણી ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે સેવા બજાવી છે ધોરાજીમાં અનેક સમસ્યાઓ એ સમયમાં ઊભી થતી હતી ત્યારે હિન્દુ સમાજ માટે તેઓ કાયમી ખડે પગે રહેતા હતા અને એ સમયમાં તેઓ ધોરાજી સિંધી સમાજના પ્રમુખ પણ હતા અને હંમેશા લોકોને સાથે સેવાભાવી તરીકે તેમની છાપ હતી અને વર્ષો સુધી ધોરાજીમાં તેમને સેવા આપી છે હાલમાં તેઓ અને તેમનો પરિવાર આણંદ મુકામે રહે છે અને ત્યાં પણ હિન્દુ સમાજની સેવા અને સિંધી સમાજની સેવા પણ આણદ વિસ્તારમાં પણ કરતા હતા પરંતુ અચાનક તેમનું અવસાન થતાં તેમના પુત્ર સોનુભાઈ ખટવાણી અને ખટવાણી પરિવાર દ્વારા આણંદ ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વર્ગસ્થ કનુભાઈ ખટવાણી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
બાદ આવતીકાલે રવિવારે તેમનું વતન ધોરાજી હોય એટલે સમસ્ત સિંધી સમાજ દ્વારા ધોરાજીના જમનાવડ રોડ ગોપી પાન સામે આવેલ આકાશ હોલમાં સાંજે 5 થી 6 શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે
આ સમયે ધોરાજી સમસ્ત હિંદુ સમાજ તેમજ સમસ્ત સિંધી સમાજ તેમજ વિવિધ વેપારી એસોસિએશન શ્રદ્ધાંજલિ સભામાં ધોરાજીના પ્રહરી અને સેવાભાવી એવા સ્વર્ગસ્થ કનુભાઈ ખટવાણી ને શ્રદ્ધાંજલિ સભામાં શ્રદ્ધાંજલિ અર્પુવા માટે પધારવા યાદીમાં જણાવેલું છે

(7:36 PM IST)