News of Saturday, 20th September 2025
ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે બફારા બાદ ધીમીધારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પગલે જો નવરાત્રીમાં વરસાદ વિલન બને તો નવાઈ નહી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ધોરાજી માં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે બફારા બાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો
ધોરાજી શહેર અને તાલુકા પંથકમાં આજરોજ અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણ પલ્ટો આવતાં ની સાથે ધોરાજી શહેર અને પંથકમાં ધીમી ધારે વરસાદનો પ્રારંભ થયો હતો
ધોરાજી શહેર નાં વિવિધ વિસ્તારો નાં માર્ગો થયાં પાણી પાણી અને ધોધમાર વરસાદ ને પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળેલ
આગામી એક દિવસ બાદ નવલાં નોરતાં ની શરૂઆત પહેલાં આજરોજ ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડશે તો ખૈલૈયામાં અને રાસગરબા આયોજકોમાં વરસાદ ને પગલે ચિંતા વધી શકે છે
હવામાન વિભાગની આગાહી પગલે જો નવરાત્રીમાં વરસાદ વિલન બને તો નવાઈ નહી
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
