<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

જુનાગનાં સક્કરબાગ ઝૂ માંથી એક ચોંકાવનારું વિડીયો સામે આવ્યો: વનવિભાગમાં ખળભળાટ

ઝૂના સંવેદનશીલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને વાઘના પાંજરા પાસે જઈ તેની પજવણી કરતાં હોય તેવો વીડિયો શૂટ કર્યો

જુનાગઢ: જુનાગઢ શહેરના સુપ્રસિદ્ધ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ)માંથી એક ચોંકાવનારું વિડીયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં બે યુવાનો પ્રાણી સંગ્રહાલયના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જાય છે અને પાંજરામાં રહેલા વાઘની પજવણી કરતાં નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે જેના પગલે વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ યુવકો સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરીને ઝૂના સંવેદનશીલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને વાઘના પાંજરા પાસે જઈ તેની પજવણી કરતાં હોય તેવો વીડિયો શૂટ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની ઝૂના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાપન સામે ગંભીર શંકા ઊભી થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને આધારે વનવિભાગ દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ તરફ અધિકારીઓએ માહિતી આપી છે કે વિડીયો બનાવનાર યુવકો કોણ છે, તેઓ કેવી રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ્યા અને સુરક્ષા દરજ્જામાં કઈ રીતે ચૂક થઈ તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે. વનવિભાગના સૂત્રો જણાવે છે કે સંભવિત કાયદાકીય કાર્યવાહી માટે વીડિયોની ફોરેન્સિક તપાસ પણ કરાવવામાં આવશે. જો યુવકો સામે પૂરાવા મળ્યા તો તેમના પર કાયદાની કાર્યવાહી થશે.

(4:16 PM IST)