<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપવા અમરેલી ખાતેના સરસ મેળાની મુલાકાત લીધી : મુખ્યમંત્રીએ સખીમંડળની બહેનો સાથે પ્રેરક સંવાદ સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું

ભુપેન્દ્રભાઈ પટેલે ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજિત સરસ મેળામાં સખી મંડળની બહેનો સાથે પ્રેરક સંવાદ સાધીને તેમના ઉત્પાદનોની જાણકારી મેળવી : ભૂપેન્દ્રભાઈ પટેલને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા

અમરેલી તા. ૨૧

 મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે  અમરેલીના પ્રવાસ દરમિયાન સખી મંડળની બહેનો અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરસ મેળાની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજિત સરસ મેળામાં સખી મંડળની બહેનો સાથે પ્રેરક સંવાદ સાધીને તેમના ઉત્પાદનોની જાણકારી મેળવી હતી. આ સાથે  વોકલ ફોર લોકલની નેમને સાર્થક કરવામાં સખી મંડળની બહેનોની મહત્વની ભૂમિકા ગણાવી હતી.

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત આ સરસ મેળો ખાતે તા. ૨૮ સપ્ટેમ્બર,૨૦૨૫ ખરીદી માટે ખુલ્લો રહેશે.

આ સરસ મેળામાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને જિલ્લા કલેક્ટર  વિકલ્પ ભારદ્વાજે પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા.  

ઉલ્લેખનીય છે કે, સરસ મેળો-૨૦૨૫’માં વિવિધ મહિલા સ્વ - સહાય જૂથોની બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ રાખવામાં આવ્યું છે. સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત વિનામુલ્યે સ્ટોલ તથા રહેવા જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. અહીં કુલ ૫૫ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ મુલાકાત વેળાએ સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લાના ધારાસભ્યો કૌશિકભાઈ વેકરિયા,  જે.વી.કાકડીયા,  જનક તળાવીયા,  મહેશ કસવાલા,  હિરાભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી  પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા  સંજય ખરાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકીયા,  સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રઓ ઉપસ્થિત રહ્યા હતા.(-ધર્મેશ વાળા- માહિતી ખાતું અમરેલી)

(5:28 PM IST)