<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

જામનગરમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં ટંકારાના આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારાઇ

સરકારી યોજનામાંથી ભોગ બનનાર બાળાને 6 લાખનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો: સંજય ઉર્ફે શિવમ પરમાર સામે ઓક્ટોબર-2023માં ફરિયાદ નોંધાઇ હતી.

જામનગરમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં ટંકારાના આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સોશિયલ મીડિયાથી પરિચયમાં આવીને બાળકીને પ્રેમજાળમાં ફસાવી હતી. સરકારી યોજનામાંથી ભોગ બનનાર બાળાને 6 લાખનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.  મોરબી જિલ્લાના સંજય ઉર્ફે શિવમ પરમાર નામના યુવક સામે ઓક્ટોબર-2023માં ફરિયાદ નોંધાઇ હતી. પોક્સો, અપહરણ તેમજ દુષ્કૃત્યની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

 

(5:40 PM IST)