<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

કચ્છના ધોરડોમાં સફેદ રણ મોડું જોવા મળશે: હાલમાં પણ દરિયા જેવી સ્થિતિ: દિવાળીએ નહીં જોવા મળે સફેદ રણ !

હાલમાં આ જગ્યાએ દરિયાની જેમ પાણી લહેરાતા, મીઠુ બનતા દોઢથી બે મહિનાનો સમય નીકળશે

કચ્છનુ જગ પ્રસિદ્ધ સફેદ રણ વિસ્તાર દરિયો બન્યો છે. ધોરડો વોચ ટાવર પાસે સફેદ રણ દરિયામાં ફેરવાયું છે. આ વર્ષે પડેલા સારા અને નોંધપાત્ર વરસાદને કારણે ધોરડોમાં જ્યા સફેદ રણ જોવા લોકો ઉમટતા હોય છે તે વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળે છે. સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબરથી  માર્ચ મહિનામાં ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા માટે લોકો ઉમટતા હોય છે. હાલમાં આ જગ્યાએ દરિયાની જેમ પાણી લહેરાતા, મીઠુ બનતા દોઢથી બે મહિનાનો સમય નીકળશે તેમ સ્થાનિકોનું કહેવું છે. દિવાળીના વેેકેશનમાં સફેદ રણ સહિતના વિસ્તારોમાં ફરવા આવનારા પ્રવાસ શોખિનો નિરાશ થાય તેવી સ્થિતિ છે.

(5:58 PM IST)