તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Sunday, 21st September 2025
ભુખ્યાજનોને ભોજન કરાવી શ્રાદ્ધ પર્વની ખરા અર્થમાં ઉજવણી કરતી મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી.
લીલાપર રોડ શમશાન આગળની ઝૂંપડપટ્ટી તથા માર્ગમાં આવેલી અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અન્નદાન રૂપી સેવાકાર્ય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : “ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા તારીખ 19 સપ્ટેમ્બરના રોજ લીલાપર રોડ શમશાન આગળની ઝૂંપડપટ્ટી તથા માર્ગમાં આવેલી અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોને અન્નદાન રૂપી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્ય અંતર્ગત જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું. મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી સતત આવા માનવસેવા કાર્યો દ્વારા સમાજમાં સેવા અને સંવેદનાનું બીજ રોપવાનું કાર્ય કરી રહી છે. હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તેમના આત્માની તૃપ્તિ અર્થે કાર્ય કરવું એ પરંપરા આદિઅનાદિ અને પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
