<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

વેરાવળના ગાગળીયા ઘુના નજીક યુવકનો મૃતદેહ મળ્યો

મૃતક યુવક સોમનાથ મંદિરમાં ફોટોગ્રાફીનું કામ કરતો હતો: અકસ્માતે પાણીમાં પડી જવાથી મોત થયું હોવાનું અનુમાન

વેરાવળ તાલુકાના મંડોર ગામે ગાગળીયા ઘુના નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવક સોમનાથ મંદિરમાં ફોટોગ્રાફીનું કામ કરતો હતો. પ્રાથમિક તપાસ મુજબ, યુવકનું અકસ્માતે પાણીમાં પડી જવાથી મોત થયું હોવાનું અનુમાન છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પ્રભાસ પાટણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 


 

(6:56 PM IST)