<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

મોરબીમાં રાત્રે 12 વાગ્યા બાદ અર્વાચીન ગરબીઓ તથા પાર્ટીપ્લોટ બંધ કરાવવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ.

રાત્રિના 12:00 વાગ્યા બાદ અર્વાચીન ગરબીઓ અને પાર્ટી પ્લોટ બંધ રહે તેવું જાહેરનામું બહાર પાડવા માંગ કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આ વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન બહેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે 12 વાગ્યા પછી તમામ પાર્ટીપ્લોટ અને અર્વાચીન ગરબીઓ બંધ કરાવવા માટે પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, નવરાત્રીનો પર્વ શરૂ થઈ રહ્યો છે અને મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અર્વાચીન ડિસ્કો-દાંડિયા અને પાર્ટીપ્લોટમાં ગરબીઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળોએ બહેન-દીકરીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે રાત્રિના 12:00 વાગ્યા બાદ અર્વાચીન ગરબીઓ અને પાર્ટી પ્લોટ બંધ રહે તેવું જાહેરનામું બહાર પાડવા માંગ કરાઈ છે. પાટીદાર યુવા સેવા સંઘે સામાજિક હિતમાં આ અંગે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવા પોલીસ અધિક્ષકને અપીલ કરી છે.


 

(12:17 AM IST)