<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચકયું: મહિનામાં ૨૧,૦૦૦થી વધુ દર્દીઓ

સિવિલ હોસ્‍પિટલમાં દરરોજ ૭૦૦ થી ૮૦૦ની ઓપીડીઃ ગંદકી અને મચ્‍છરજન્‍ય રોગ તંત્રનું ભેદી મૌન

 

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. રરઃ ધોરાજી માં વાયરલ રોગચાળા એ માથું ઊંચકયું  હોય તેમ એક મહિનામાં ૨૧,૦૦૦ થી વધુ દર્દીઓએ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી છે.

ધોરાજી પંથકમાં દર્દીઓનો રાફડો ફાટયો છે થોડા સમય પહેલા પાટણવાવ માં ઝેરી જંતુ આવતા ત્રણ લોકોના મોત થયા છે એ ઘટનાની શાહી સુકાણી નથી ત્‍યાં ધોરાજી શહેરમાં સરકારી હોસ્‍પિટલમાં દરરોજ ૭૦૦ થી ૮૦૦ દર્દીઓની ઓપીડી સરકારી હોસ્‍પિટલમાં થઈ રહી છે આ જોતા માત્ર સરકારી હોસ્‍પિટલમાં જો આટલા દર્દી હોય તો શહેરની ખાનગી હોસ્‍પિટલના દર્દીઓ કેટલા તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે...?

ધોરાજી સિવિલ હોસ્‍પિટલ વાયરલ રોગચાળા ના દર્દીઓ થી ઉભરાઈ રહ્યા છે ત્‍યારે અધિક્ષક ડો.જયેશ વેસેટિયન એ જણાવેલ કે હાલમાં ચોમાસાની ઋતુ હોય ત્‍યારે શહેરમાં રોગચાળા એ ભીતી લીધી છે.  મહિને સિવિલ હોસ્‍પિટલમાં વિવિધ રોગો ના  ૨૧ હજાર જેટલા દર્દીઓ નોંધાયા હતા.

તાવ ઉધરસ શરદી સહિત વાયરલ રોગ ના દર્દીઓ માં થયો વધારો જેને ડોક્‍ટરો જોઈ રહ્યા છે. રોગચાળા ને ધ્‍યાન રાખી ને સિવિલ હોસ્‍પિટલ ખાતે ડોક્‍ટરો અને ર્નસિંગ સ્‍ટાફ ખડેપગે રાખવામાં આવ્‍યા છે તેમજ દવા ઇન્‍જેક્‍શન સહિત નો જથ્‍થો પણ ઉપલબ્‍ધ રાખવામાં આવ્‍યો છે.

બાળકો ની ઓપીડી માં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

હાલમાં શહેર અને તાલુકામાં વાયરલ ઇન્‍સ્‍પેક્‍શન સાથે તાવ અને શરદી ઉધરસ નો રોગચાળાનો ઉપદ્રવ વધ્‍યો છે ત્‍યારે સરકારી અને ખાનગી હોસ્‍પિટલો પર જોવા મળી રહી છે હાલમાં દિવાળી અને નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે આરોગ્‍ય શાખાએ આ બાબતના પગલાં લેવા જોઈએ તેવી લોક માગણી છે.

હાલમાં ધોરાજીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને મચ્‍છરજન્‍ય રોગને કારણે પણ રોગચાળો વધ્‍યો હોય તેવું જોવા મળી રહ્યું છે

(11:30 AM IST)