<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ચોટીલા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે રહેવા જમવા સહિતની ભોજનાલય ખાતે વ્યવસ્થા

આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને આ પાવન પર્વને લઈ ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠો અને મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.   
આસોની નવરાત્રીના પ્રથમ દિવસે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ચામુંડા માતાજીના મંદિર ચોટીલાનું અનોખો મહિમા અને પરંપરા છે ત્યારે નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. ચામુંડા માતાજીના દર્શને ભક્તો પરિવાર સાથે મોટી સંખ્યામાં આવે છે અને માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા ભોજનાલય ખાતે કરવામાં આવી છે.

(12:59 PM IST)