તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 23rd September 2025
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫”નું ભુજના માધાપર ગામે આયોજન : નરેન્દ્રભાઈના આહવાનને પગલે સાંસદ વિનોદ ચાવડા દ્વારા મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ
ગત ૨૯ ઓગષ્ટ થી ૨૦ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજીસ્ટ્રેશન માટે કરાયેલ અપીલ ને પગલે મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ગત ૨૯ ઓગષ્ટ થી ૨૦ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજીસ્ટ્રેશન માટે કરાયેલ અપીલ ને પગલે મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા હતા.
“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો ૨૧ સપ્ટેમ્બરથી દેશવ્યાપી શુભારંભ કરાયો છે. કચ્છમાં ભુજ તાલુકાના માધાપર ગામે એમ.એસ.વી. હાઈસ્કુલ ખાતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભવ્ય શુભારંભ કરવામાં આવેલ અને આ પ્રસંગે હોકી અને તીરંદાજી સ્પર્ધાઓની રમતોનો આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત બહોળી સંખ્યામાં ખેલાડીઓ દ્વારા હોકી અને તીરંદાજી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કર્તબ બતાવ્યું હતું..
આ પ્રસંગે જિલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, હિતેષભાઈ ખંડોલ, રાજુભાઈ પલણ, દિનેશભાઈ ઠક્કર, પારૂલબેન કારા, શ્રી તુષારભાઈ વેરકરીયા, ડો.ડી.એલ.ડાભી, અશોકભાઈ બરાડીયા, શ્રી વાલજીભાઈ આહિર, ગંગાબેન મહેશ્વરી, રવિભાઈ ગરવા, મનિષાબેન વેલાણી, જયંતભાઈ માધાપરીયા, સચિનભાઈ જાડેજા, સંદિપભાઈ ગઢવી, ભરતભાઈ આહિર, હિરેનભાઈ રાઠોડ, નારાણભાઈ મહેશ્વરી, હર્ષદભાઈ ઠક્કર, મહેશભાઈ ઝાલા, શ્રી જગદીશભાઈ માધાપરીયા તથા ખેલ મહોત્સવના કોચ તરીકે વિષ્ણુભાઈ ચૌધરી, વિનયભાઈ મીશ્રાજી, વનિતાબેન, ડો.આર.ડી.ઝાલા તથા કુલદિપસિંહ જાડેજા એ જહેમત ઉઠાવી હતી મનોજભાઈ લુહાર એ સંચાલન સંભાળ્યું હતું..
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
