<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

માતા પિતાએ મોબાઈલ જોવાની ના પાડતા જીલાણા ગામના સગીરનો આપઘાત

 

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૩ :.. માતા પિતાએ મોબાઈલ જોવાની ના પાડતા જીલાણા ગામના સગીરે આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. મોબાઈલ ફોનનું વળગણ કેટલુ વિકરાળ બન્‍યું છે તે આ સગીરના આપઘાત પરથી જણાઈ રહ્યું છે.

માણાવદર તાલુકાના જીલાણા ગામના જૂગલ આણંદ મારવાણીયા પટેલની વાડીએ ખેત મજૂરી કામ કરતા મધ્‍યપ્રદેશના પરિવારનો ક્રિષ્‍નપાલ ધીરજલાલ ચૌહાણ ઉ.વ. ૧૭ નામના સગીરને તેના માતા પિતાએ મોબાઈલ ફોન જોવાની ના પાડતા લાગી આવતા ક્રિષ્‍નપાલે ગઈ તારીખ ૨૬ ઓગસ્‍ટના રોજ રાત્રે ૯ વાગ્‍યે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન આ બાળકનું મળત્‍યુ થતાં પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્‍યાપી ગઈ હતી.બાળકના મળત્‍યુ અંગે પોલીસે દિનેશભાઇ કાલુસિંગ ચૌહાણનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:05 AM IST)