News of Tuesday, 23rd September 2025
બહાઉદીન કોલેજ યોગાસનમાં પ્રથમ

જુનાગઢઃ નવ નિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, નારણપુરા, અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધા ૨૦૨૫-૨૬નું આયોજન થયું. જેમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી રાઠોડ હર્ષ જગદીશભાઇએ ૧૭ થી ૩૫ વર્ષની કેટેગરીમાં ભાગ લીધો અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કૂલ ૧૪૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીને રૂ.૨૧૦૦૦/-નું રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીને તેની આ સિધ્ધી બદલ કોલેજના આચાર્યશ્રી ડો. જે. આર. વાંઝા અને સમગ્ર સ્ટાફ ગણે શુભેચ્છાઓ પાઠવી છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
