News of Tuesday, 23rd September 2025
૧૪૦ વિદ્યાર્થીઓને અમરેલીના પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા ૨૦ લાખથી વધુની સ્કોલરશિપ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૩: જિલ્લાના જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા આજે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.. પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન તરફથી ૧૪૨ વિધ્યાર્થીઓને ૨૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી.
અમરેલીમાં છેલ્લા બે વર્ષથી શરુ થયેલ પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સહાય આપવામાં આવે છે. આ વર્ષે પી.પ ફાઉન્ડેશન દ્વારા ૧૪૨ વિધ્યાર્થીઓને રૂપિયા ૨૦ લાખની સહાય આપવામાં આવી હતી. પી.પી.સોજીત્રા ફાઉન્ડેશનના ચેરમેન ચેરમેન પી.પી.સોજીત્રા એ જણાવ્યું હતું કે શિક્ષણ દિવસે દિવસે મોંધુ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં આર્થિક રીતે નબળા વિધ્યાર્થીઓ પૈસાના અભાવે શિક્ષણથી વંચિતના રહે તેવા હેતુ સાથે સહાય આપવામાં આવે છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્યો મહેશ કસવાળા, જેવી કાકડીયા, જનક તળાવીયા, ડો. ભરત કાનાબાર સહિતના આગેવાનોના. હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
અમરેલી APMC ના પુર્વ ચેરમેન અને સામાજિક આગેવાન પી.પી.સોજીત્રા એ રૂપિયા એક કરોડના અનુદાન સાથે આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ત્યાર બાદ દાતાઓ દ્વારા વધુ એક કરોડની રકમ આપી હતી. હાલ આ ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લાના વિધ્યાર્થીઓ ને શિક્ષણ સહાય આપે છે. પરંતુ આગામી દિવસોમાં અન્ય જીલ્લાના બાળકો ને પણ સહાય આપી શકાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
