<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

અમરેલીમાં વરિષ્ઠ નાગરીકોની સોમનાથ-દ્વારકાના તીર્થ પ્રવાસની બસોને પ્રસ્થાન કરાવતા ભુપેન્દ્રભાઇ પટેલ

ગુજરાત રાજયમાં પારદર્શક વહીવટી સંસ્કૃતિ વિકસીત કરવા માટે મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું અનુકંપા ફાઉન્ડેશન દ્વારા સન્માન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૩ ઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના લાઠી બાયપાસ સ્થિત લોહાણા મહાજન વાડી ખાતેથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વરિષ્ઠ નાગરિકોની તીર્થયાત્રાની બસોના પ્રસ્થાન કરાવ્યું હતું.

અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર સહિત ટ્રસ્ટીમંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભેર ઉત્સાહ સાથે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીઍ સૌરાષ્ટ્રની ધીંગી ધરાના મહાન સંતશ્રી પૂ.જલારામ બાપાના મંદિરે ભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીશ્રીઍ વરિષ્ઠ નાગરિકોની સોમનાથ-દ્વારકાના તીર્થયાત્રાની બસોનું ઉમળકાભેર પ્રસ્થાન કરાવીને તીર્થયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, અનુકંપા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારની સિનીયર સિટીઝન તીર્થયાત્રાની યોજનાના સહયોગથી કુલ ૨૫૧ વરિષ્ઠ તીર્થયાત્રીઓને યાત્રા બસ સેવા પૂરી પાડવામાં આવી છે.

પર્યાવરણના જતનની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીઍ વધુમાં જણાવ્યું કે, આજે ગ્લોબલ ર્વોમિંગ જેવી સમસ્યાઓ સામે સૌઍ સાથે મળીને લડત આપવી અનિવાર્ય છે. ઍક પેડ માં કે નામ અભિયાન, પાણીના સંરક્ષણ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ માટે કેચ ધ રેઈન અભિયાનને પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિ સાથે સૌઍ સાથે મળીને આગળ ધપાવવા જરૂરી છે.

અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારે વરિષ્ઠ નાગરિકોની તીર્થયાત્રાની બસોના પ્રસ્થાન કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લાના ધારાસભ્યો કૌશિકભાઈ વેકરિયા,  જે.વી.કાકડીયા,  જનક તળાવીયા,  મહેશ કસવાલા,  હિરાભાઈ સોલંકી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી બાવકુંભાઈ ઉંધાડ, અગ્રણી  અતુલ કાનાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.( ધર્મેશ વાળા માહિતી ખાતુ-અમરેલી)

(1:09 PM IST)