<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે બે શહીદ પરિવારોને ૧-૧ લાખનો ચેક અર્પણ.

RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો. ભાડેસીયા, રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે અજયભાઈ લોરિયાની હાજરીમાં રૂ ૧-૧ લાખના ચેક અર્પણ કરાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના કરતારસિંગ અને સુરેન્દ્રકુમારને ૧-૧ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો. ભાડેસીયા, રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે અજયભાઈ લોરિયાની હાજરીમાં રૂ ૧-૧ લાખના ચેક અર્પણ કરી માં ભારતીનું ઋણ ચુકવ્યું હતું.

(12:30 AM IST)