News of Wednesday, 24th September 2025
વાંકાનેરમાં શ્રી સદ્ગુરૂ આનંદ આશ્રમ ખાતે સર્વે પિતૃ મોક્ષાર્થે સુંદરકાંડના પાઠ તથા ભંડારો યોજાયો
ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પૂજય જયરામદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા :રાજકોટ રેલ્વેવાળા શર્માજી તથા તેમના ગ્રુપના મુખેથી સંગીતમય સુંદરકાંડના પાઠનું રસપાન કરતા શ્રી સદ્ગુરૂ શિષ્ય પરિવારઃ ભારે જમાવટ કરી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૪ :.. વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ રઘુવંશી નગર ખાતે આવેલ પરમ પૂજય સદ્્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના સ્મૃતિ મંદિર (શ્રી સદ્્ગુરૂ આનંદ આશ્રમ ખાતે સદ્્ગુરૂદેવ શ્રી પ.પૂ. હરીચરણદાસજી મહારાજના અંતરીક્ષ આશિર્વાદ થકી ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પ.પૂ. જયરામદાસજી મહારાજની અધ્યક્ષ સ્થાને સર્વે પિતૃઓના મોક્ષાર્થે સુંદરકાંડના સમુહ પાઠ તથા બ્રહ્મ ભોજન (ભંડારા)નું અદ્્કરે આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આ સમુહ સુંદરકાંડના પાઠમાં રાજકોટના પ્રખ્યાત રેલ્વેવાળા શર્માજી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા પાઠનું રસપાન કરાવેલ હતું.
આ તકે બહોળી સંખ્યામાં સદ્્ગુરૂ શિષ્ય પરિવારના ભાઇઓ-બહેનો એ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાંજે પ થી ૭ સમુહ પાઠ બાદ પ.પૂ. સદ્્ગુરૂશ્રી જયરામદાસજી મહારાજના મુખેથી આશિર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ રાજકોટ સ્થીત મુખ્ય યજમાન પદે ચાર શિષ્ય પરિવાર રહ્યા હતાં.
સમુહ પાઠ તથા આશિવર્ચન બાદ મહા સમુહ આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહા સમુહ આરતી બાદ પ્રથમ બ્રહ્મ સમાજ (ભુદેવો) માટે મહાપ્રસાદ બાદ ઉપસ્થીત તમામ ગુરૂભકતો અને શિષ્ય પરિવારો માટે મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો.
આજના આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સદ્્ગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ તેમજ શિષ્ય પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
