<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

લઘુ-મધ્‍યમ અખબારોના વિકાસ માટે સરકાર સહયોગી બનેઃ રાષ્‍ટ્રીય પત્રકાર સંગઠનની માંગ

ન્‍યૂઝ પેપર સબંધિત ચીજ વસ્‍તુઓના વપરાશ ઉપર જીએસટી ઘટાડવા, રેલવે પાસ શરૂ કરવા, નાના મધ્‍યમ અખબારો માટે સરકારી જાહેરાત વધારવા માંગ

  (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના સિંગારકોન્‍ડા ખાતે  લધુ અને મધ્‍યમ કક્ષાના અખબારોના સંગઠન એસોશિએશન ઓફ સ્‍મોલ એન્‍ડ મિડીયમ ન્‍યુઝ પેપર્સ ઓફ ઇન્‍ડિયાની રાષ્‍ટ્રીય કાર્યકારીણી સંગઠનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કેશવદત્ત ચંદોલાની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી.

આંધ્ર પ્રદેશ રાજ્‍ય પ્રમુખ સેન્‍ડી. કોંડાલરાવે સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા

  મુખ્‍ય મહેમાન તરીકે ભૂતપૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. દગ્‍ગુપતિ વેંકટેશ્વર રાવ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે નાના અને મધ્‍યમ અખબારોની મુશ્‍કેલીઓની ચિંતા વ્‍યક્‍ત કરતાં, રચનાત્‍મક પત્રકારત્‍વ પ્રત્‍યે સરકારોની તટસ્‍થતાની પ્રતિબદ્ધતાની જરૂર દર્શાવી હતી.

 કાર્યક્રમના મુખ્‍ય મહેમાન  આંધ્ર પ્રદેશ રાજ્‍ય માહિતી કમિશનર આર્યન ભાષાએ  સોશ્‍યલ મીડિયાને કારણે પ્રિન્‍ટ અખબારો અને પત્રકારત્‍વનું મહત્‍વ ઓછું થયું ન હોવા સાથે પ્રિન્‍ટ અખબારોની વિશ્વસનીયતા વધી હોવાનું જણાવ્‍યું હતું, વોટ્‍સએપ જેવા સોશિયલ મીડિયાના આગમન છતાં, દેશમાં અખબારોની લોકશાહી જીવંત અને વિશ્વનીય હોવાનું વધુમાં જણાવ્‍યું હતું.

  મુખ્‍ય મહેમાન રાયથુ નેસ્‍તમના સંપાદક પદ્મશ્રી એડાપ્‍પડી વેંકટેશ્વર રાવે પત્રકારત્‍વની મહત્‍વતા અંગે વિસ્‍તળત રજુઆત કરી હતી.

   રાષ્‍ટ્રીય મહાસચીવ શંકર કતિરાએ કાર્યવાહીનું સંચાલન કરતા વિવિધ રાજ્‍યોમાંથી કાર્યકારિણીમાં ઉપસ્‍થિત સભ્‍યોને અખબારોની સમસ્‍યાઓ અંગે રજુઆત કરવા જણાવતા અનેક રાજ્‍યોના પ્રમુખોએ પ્રશ્નો રજૂ કર્યા હતા તેના જવાબમાં રાષ્‍ટ્રીય મહાસચીવે પ્રતિનિધીઓ દ્વારા આવેલ સૂચનો કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારો સમક્ષ મક્કમ રીતે રજુ કરી ફળદાયી પરીણામ આવે તેવા સક્રીય પ્રયાસો કરવા ખાતરી આપી હતી

  રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કે. ડી ચંદોલાએ નાના અને મધ્‍યમ અખબારો સ્‍થાનિકે લોક સમસ્‍યાઓને ઉજાગર કરવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે ત્‍યારે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારોએ નાના અને મધ્‍યમ અખબારોને હેરાનગતિ બંધ કરી નાના અને મધ્‍યમ અખબારોના વિકાસ માટે જાહેરાતો વધારવા અને અખબારોના આર્થિક સ્‍તરને મજબૂત બનાવવા વધુ જાહેરાતો ફાળવવા અનુરોધ કર્યો હતો.

ત્રિદિવસીય સંમેલનમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્‍ટ્ર, મધ્‍ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, ઉડીશા, રાજસ્‍થાન સહિતના રાજ્‍યોના અનેક પ્રતિનિધિઓએ ઉપસ્‍થિત રહી તેમના અનુભવો, સંગઠનાત્‍મક પડકારો અને અખબારો ચલાવવાના સંઘર્ષો શેર કર્યા હતા. 

 ઉત્તરપ્રદેશ અધ્‍યક્ષ શ્‍યામસીંહ પવારે નાના અને મધ્‍યમ વર્ગીય પેપરો માટે ન્‍યુઝ પ્રીંન્‍ટ તથા સમાચાર પત્રોમાં વપરાતી ચીજ-વસ્‍તુઓને જી.એસ.ટી. માંથી મુક્‍તિ આપવા માંગ કરી હતી.

  આ ઉપરાંત પ્રેસ સેવા પોર્ટલ પર આવી રહેલ ખામીઓ દૂર કરવા, સી.વી.સી. ની જાહેરાત પોલીસીમાંથી અનાવશ્‍યક વસ્‍તુઓ દૂર કરવા, રેલ્‍વે પાસ પુનઃ કાર્યરત કરવા જેવી રજુઆતો વિવિધ રાજ્‍યોમાંથી આવેલ પ્રતિનિધીઓ દ્વારા કરવામાં આવી હતી.  

 આંધ્ર પ્રદેશ રાજ્‍ય એકમ દ્વારા સૌને સ્‍મળતિચિホ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમના પ્રથમ દિવસે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કચુપુંડી નળત્‍યુ, ગણેશ સ્‍તુતિ, અને સ્‍વાગત ગીત સહિત સાંસ્‍કળતીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. 

રાષ્‍ટ્રીય કાર્યકારીણી આંધ્રપ્રદેશમાં યોજવા બદલ રાષ્‍ટ્રીય મહાસચીવ શંકર કતિરાએ આંધ્રપ્રદેશના રાજ્‍ય અધ્‍યક્ષ સંદિરેડ્ડી કોંડાલ રાવનો આભાર માન્‍યો હતો. 

કાર્યક્રમનું સંચાલન વાય. અરુણાએ કર્યું હતું.

(1:23 PM IST)