<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ઝાલાવાડની પોલીસ પરિવાર દ્વારા શક્‍તિની આરાધના : ચોટીલા ચામુંડા માતાજીને પરંપરાગત ધજા ચડાવીઃ નાગરીકોની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી લીધા આશીર્વાદ

ચોટીલાઃ સુ.નગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ચામુંડા માતાજીને ડુંગર શિખર ઉપર ધજા ચડાવવામાં આવે છે. આ વર્ષે પણ ચોટીલા ચામુંડા માતાજી ના ધામમાં ડુંગર પર મંદિર ના શિખર ઉપર ધજા ચડાવવામા આવી હતી. આ શ્રધ્‍ધાનાં અવસરે રેન્‍જ IG અશોકકુમાર યાદવ , સુ.નગર SP પ્રેમસુખ ડેલુ , લીંબડી DYSP વિશાલ રબારી તથા જિલ્લા તથા ચોટીલાના પોલીસ અધિકારીઓ એ પોતાના પરિવાર સાથે માતાજીની ધજા ચડાવવાનો લાભ લીધો હતો. પોલીસ પરિવારે બીજા નોરતે દર્શન ધજા સાથે માતાજીના આશીર્વાદ મેળવી નાગરીકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : હેમલ શાહ : ચોટીલા)(

(11:25 AM IST)