<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સહકારી ધુરંધરોના પી.એ. રહી ચૂકેલા બ્રિજેશ મેરજા બન્નેની પ્રતિમા અનાવરણ પ્રસંગના સાક્ષી

વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇ સાથેના સંભારણા વાગોળતા પૂર્વ પંચાયત મંત્રી

રાજકોટ, તા. ર૪ : કેન્‍દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રીઅમિતભાઈ શાહે રાજકોટ જિલ્લા સહકારી બેંકના પૂર્વ ચેરમેન શ્રીઓ વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાના નું અનાવરણ કર્યું આ પ્રસંગના સાક્ષી તરીકે ઉપસ્‍થિત રહેલા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ  સ્‍મરણા  વાગોળતા જણાવ્‍યું છે કે મારી જિંદગીનું એક યાદગાર સંભારણું છે કે મેં એક દશકો સહકારી મહર્ષિ વલ્લભભાઈ પટેલના પી.એ. તરીકે તેમના પડછાયા બનીને વિતાવ્‍યો, મે  તેમનામાંથી ઘણા ગુણો સાદગી, સદાચાર પ્રમાણિકતા સખત મહેનત મેં ગ્રહણ કર્યા છે તેમજ વિઠ્ઠલભાઈ રાદડિયા જ્‍યારે સહકાર મંત્રી હતા ત્‍યારે તેમના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરવાનો અવસર મળ્‍યો હતો. વિઠ્ઠલભાઈ પણ નીડર અને ખેડૂતો માટે ઝજુમતા રહ્યા .

મારી જાહેર વહીવટની કારકિર્દીમાં બેંકના જનસંપર્ક અધિકારી તેમજ ચેરમેન વલ્લભભાઈના અંગત મદદનીશ તરીકે સખત મહેનત કરી સચિવાલયમાં ૦૧૯૮૫ થી ૧૨ જેટલા ગુજરાત સરકારના મંત્રીમંડળમાં જુદા જુદા ધુરંધર મંત્રીશ્રીઓના સચિવ તરીકે કામ કરવાનો મોકો મળ્‍યો છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકના એક અદના કર્મચારીમાંથી કાર્યકુશળતા થકી વિધાનસભામાં બે વખત ચૂંટાઈને ધારાસભ્‍ય બનીને રાજ્‍યના મંત્રી તરીકે પણ કામ કરવાનું અવસર સાંપડ્‍યો છે. ત્‍યારે મને આ બંને મહાનુભાવો વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ સાથે કરેલ કામગીરી અને પ્રેરણા ભૂલી શકાય તેમ નથી. પ્રતિમાના અનાવરણ  અને સહકાર સંમેલન પ્રસંગે  તાજા થયા તેની હું ખુશી અને ગૌરવ અનુભવ છું. તેમ બ્રિજેશ મેરજાએ જણાવ્‍યું હતું. (૯.૧પ)

 

(12:18 PM IST)