News of Wednesday, 24th September 2025
ચોટીલાનાં બેલીગાડામાં દિપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ
તાબડતોબ પાંજરામાં પુરવા લોકોની માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૪ :.. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ફરીવાર દીપડાએ દેખાવ દેતા ગ્રામજનોમાં ભારે ફાફડાટ ફેલાવવા પામ્યો છે અને આ અંગેની જાણકારી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ૧૦ થી વધુ દીપડાઓની વસાહત હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
ચોટીલા તાલુકાના તરકીયા નાળિયેરી જાની વડલા પાંચ વાળી સહિતના લોકો હાલમાં ભયભીત બન્યા છે અને જે જગ્યા ઉપર ડુંગર ઉપર જ્યારે દીપડો જોવા મળ્યો ત્યારે કૂતરાઓનો ભસવાનો અવાજ આવતા લોકોએ તાત્કાલિક અક્ષરે દોડી જઈ અને તપાસ કરતા ડુંગર ઉપર દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું ત્યારે તાત્કાલિક અસર હે સરકારી અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ૧૦ ગામોમાં ૧૦ જેટલા દીપડાઓનો વસવાટ રહ્યો છે અને આજુબાજુમાં હડતા ફરતા રહે છે જેના કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે દીપડો જોવા મળતા લોકોના ટોળેટોળા દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા અને ભયની લાગણી વ્યક્ત કરી હતી. (પ-૧૭)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
