News of Wednesday, 24th September 2025
અર્વાચિન દાંડિયારાસના આક્રમણ વચ્ચે મોરબીની શક્તિ ચોક ગરબી, માં ગરબી, માધાપર ગરબી, મંગાળભુવન, દરબારગઢ ચોક, હાઉસિંગ બોર્ડ વિગેરે પ્રાચીન ગરબીઓ અડીખમ,
દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેની જમાવટ: બહારના ગાયક કલાકારો નહિ પરંતુ સ્થાનિક લોકો જ બોલાવે છે ગરબાની રમઝટ: પોલસી પરિવાર માટે નવરાત્રિનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન દાંડિયા રાસનો ક્રેઝ વધી ગયો હોવાથી ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે પણ પ્રાચીન ગરબીઓનો દબદબો જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળાઓને જોવા માટે મોરબીવાસીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડતા હોય છે
આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરી ને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબા જ મેહનત કરવામાં આવી રહી છે આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીમાં લોકોની સમક્ષ બાળાઓ દ્વારા અવનવા રસ રજૂ કરવામાં આવશે અને આ રસને તૈયાર કરવા માટે દોઢથી બે મહિના સુધી બાળાઓ દ્વારા પ્રેકટીશ કરવામાં આવે છે.
મોરબીની શક્તિ ચોક ગરબી,માધાપર
વિસ્તારની ગરબી, મહેન્દ્રપરા, ગાયત્રી
પરિવાર ગરબી મંડળ, મંગલભુવન ચોક ગરબી, હાઉસિંગ બોર્ડ વિસ્તારની ગરબી સહિતની જગ્યાએ ગરબી જોવા માટે લોકોને બેઘડી ઉભા રેહવું જ પડે તેવી ગરબી આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે મોરબીનો ખાટકીવાસમાં મોરબીની નંબર વન કહી શકાય તેવી “શક્તિ ચોકની ગરબી” ક્રિપાલસિંહ ઝાલા તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવે છે. આ ગરબીમાં માતાજીના ગરબા ઉપર દીકરીઓ દ્વારા અવનવા રાસ રજુ કરવામાં આવે છે. જેથી આ ગરબી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ઉલેખનીય છે કે આ ગરબીના આયોજકો દ્વારા નવ દિવસ સુધી માતાજીની આરાધના કરતી બાળાઓને દાતાઓના સહયોગથી સોનાની લાહણી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે.
જયારે મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા 137 વર્ષથી માધાપર ગરબી મંડળના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની જકામજોડ વગર આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આ ઉપરાંત આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી આ વિસ્તારમાં જ રેહતા લોકો વાજિંત્ર વગાડે છે અને માતાજીના ગરબા ગાતા હોય છે
મોરબીના નવલખી રોડ પર આવેલ ધકાવાડી મેલડી માતાજીના મંદિર પાસે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જયા બાળાઓ દ્વારા અવનવા રસની રામજટ બોલાવવામાં આવતી હોય દાતાઓ તરફથી ગરબીના આયોજકોને છુટા હાથે દાન દેવામાં આવે છે અને એક મહત્વની અને નોંધ લેવા જેવી વાત એ પણ છે કે, ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે યોજાતી ગરબીમાં આવતી બાળાઓને લહાણી આપવામાં આવે ત્યાર પછી પણ જો આયોજકો પાસે રકમ વધે તો તેનો ઉપયોગ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ ઘણા ગરીબ પરિવારને મળે છે
આમ મોરબીમાં અર્વાચીન દાંડિયા રાસના આયોજનો છેલ્લા વર્ષોથી થાય છે પરંતુ આજની તારીખ શહેરના જુદાજુદા વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓએ તેનું મહાત્મય અને મહત્વ જાળવી રાખ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને પ્રાચીન ગરબીમાં જયારે બાળાઓ દ્વારા રાસ રજુ કરવામાં આવતા હોય છે તે જોયને હાજર રહેલા લોકો બોલી ઉઠતા હોય છે કે આને કેહવાય માતાજીની સાચી ભક્તિ અને સાચી આરાધના બાકી તો નવરાત્રીમાં લખલૂટ ખર્ચા લોકો દ્વારા કરવામાં આવે છે જે માતાજીની ભક્તિ નહિ પરંતુ મનોરંજન છે તેવું કહ્યું તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી
મોરબીની “માઁ ગરબી”માં બહેન દીકરીઓ વિનામુલ્યે રમી શકે છે ફ્રી સ્ટાઈલ ગરબી.
નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ છેલ્લા વર્ષોથી જાણે કે કમાણીનું સધાન બની ગયું હોય તેવો ઘાટ જોવા મળે છે ત્યારે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ગરબીના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીઓ યોજવામાં આવી રહી છે અને તેનો દબદબો પણ જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળોને જોવા માટે મોરબીવાસીઓ પણ ઉમટી પડતા હોય છે
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા અર્વાચીન રાસોત્સવની જાકમજોડની જેવું જ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બહેનો દીકરીઓ વિના મુલ્યે ફ્રી સ્ટાઈલ ગરબ લેતી હોય છે જે મોરબીમાં આરાધનાના નામે ગરબાને આવકનું સાધન બનાવી રહ્યા છે તેના માટે “માઁ ગરબી” પ્રેરણા સમાન છે. મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા “માઁ ગરબી”નું આયોજન કરવામાં આવે છે જેમા આસપાસના વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા લેવા માટે આવતા હોય છે આટલું જ નહીં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ઘણા બહેનો આવેલ છે અને ગરબે ઘુમે છે. આ ગરબીમાં બહેનો ફ્રિ સ્ટાઇલ ગરબા તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. આટલું જ નહિ આ ગરબીમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો અચૂક હાજર રહે છે
મોરબી તાલુકા પોલીસ લાઇનમાં પોલસી પરિવાર માટે નવરાત્રિનું આયોજન
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ તાલુકા પોલીસ લાઇનમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિનું આયોજન આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો માતાજીનાં ગરબે ઘૂમીને આરાધના કરે છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
